હવામાન વિભાગે આગામી ત્રણ કલાક સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. જેમાં છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં વીજળીના કડાકા અને રેડ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો દાહોદ, મહિસાગર, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ દાદરા અને નગર હવેલી, ભાવનગર, અમરેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આણંદ, ખેડા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આજે અમરેલી, ભાવનગર, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, ખેડા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદ, બોટાદ, રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે.
મેઘરાજા ગરબાની મજા બગાડવા આવ્યા છે. મેઘરાજા આજથી 3 ઓક્ટોબર સુધી મજા રમશે. આગાહીકર્તા અંબાલાલે હવે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. ત્યારબાદ મુંબઈ સહિત મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં મુશળધાર વરસાદ પડશે. અંબાલાલ પટેલની આગાહી રમતવીરો માટે નિરાશાજનક છે.
આવતીકાલે 28 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી વરસાદનો બીજો રાઉન્ડ આવી રહ્યો છે. હવામાનશાસ્ત્રી પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ મજબૂત થઈ છે અને લો પ્રેશર કેટેગરીમાં ફેરવાઈ ગઈ છે અને જમીન પર આવી ગઈ છે. હાલમાં, આ સિસ્ટમ આંધ્રપ્રદેશના વિજયવાડા અને વિશાખાપટ્ટનમ વચ્ચેના ભાગોમાં સક્રિય છે અને ધીમે ધીમે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહી છે. ૨૮ સપ્ટેમ્બરની વહેલી સવારે મુંબઈ પહોંચતાની સાથે જ આ સિસ્ટમ વધુ મજબૂત બનશે. પરિણામે, ૨૮ અને ૨૯ સપ્ટેમ્બર એમ બે દિવસ મુંબઈમાં ભારે વરસાદ પડશે. ભારે વરસાદને કારણે મુંબઈમાં સામાન્ય જનજીવન ખોરવાઈ જશે. મુંબઈની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડશે. આ સિસ્ટમ મુંબઈ નજીક અરબી સમુદ્રમાંથી પસાર થવાની છે. આ કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં પણ વરસાદ પડી શકે છે.

