આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે 20 થી 24 જુલાઈ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં નોંધપાત્ર વરસાદની આગાહી કરી છે.
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આગામી 20 થી 24 જુલાઇ દરમિયાન ક્યાં અને કેટલો વરસાદ પડશે
આ આગાહી મુજબ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ થવાની સંભાવના છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
પાંડેએ જણાવ્યું હતું કે હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તેમાં દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લાનો સમાવેશ થાય છે.