અંબાલાલે કરી ખતરનાક આગાહી…રાષ્ટ્ર અને પૂર્વ ગુજરાતના કેટલાક ભાગમાં ગાજવીજ સાથે વરસાદ પડશે

બંગાળની ખાડીમાં મોસમનું પહેલું ચક્રવાત હળવું રહેશે. અરબી સમુદ્રમાં ભેજ હોવાથી, 10 એપ્રિલ સુધીમાં રાજ્યના વિવિધ ભાગોમાં હવામાનમાં ફેરફાર થશે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો જેમ…

Ambalal patel

બંગાળની ખાડીમાં મોસમનું પહેલું ચક્રવાત હળવું રહેશે. અરબી સમુદ્રમાં ભેજ હોવાથી, 10 એપ્રિલ સુધીમાં રાજ્યના વિવિધ ભાગોમાં હવામાનમાં ફેરફાર થશે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો જેમ કે નવસારી, સુરત અને આસપાસના વિસ્તારોમાં હવામાનમાં ફેરફાર થશે. દક્ષિણ સૌરાષ્ટ્ર, ઉત્તર-મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં હવામાનમાં ફેરફાર થશે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 4 થી 11 એપ્રિલ દરમિયાન હવામાનમાં ફેરફાર થશે. ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

અંબાલાલના જણાવ્યા અનુસાર, 10 થી 13 એપ્રિલ દરમિયાન પવન ફૂંકાય તેવી શક્યતા છે. એપ્રિલમાં ભારે પવન, તોફાન અને ચક્રવાત આવશે.

અંબાલાલના જણાવ્યા મુજબ, ૧૪ એપ્રિલથી બંગાળની ખાડીમાં એક ચક્રવાત શરૂ થશે. ૧૦ થી ૧૮ મે દરમિયાન આરબ દેશોમાંથી વાવાઝોડા આવવાની શક્યતા છે. માટીના મકાનોની છત ઉડી જવાની શક્યતા છે.

૪ જૂન સુધીમાં રોહિણી નક્ષત્રના કારણે કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, અરબી સમુદ્રમાં પણ વરસાદ પડી શકે છે.