અંબાલાલની આગાહી…આ જિલ્લાઓમાં ભુક્કા બોલાવશે મેઘરાજા

અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે બંગાળની ખાડીમાં પશ્ચિમી વિક્ષેપ અને સિસ્ટમના નિર્માણને કારણે ગુજરાતમાં 4 થી 7 ઓક્ટોબર દરમિયાન વરસાદ પડી શકે છે. અંબાલાલે જણાવ્યું…

Gujarat rain

અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે બંગાળની ખાડીમાં પશ્ચિમી વિક્ષેપ અને સિસ્ટમના નિર્માણને કારણે ગુજરાતમાં 4 થી 7 ઓક્ટોબર દરમિયાન વરસાદ પડી શકે છે. અંબાલાલે જણાવ્યું હતું કે 10 થી 13 ઓક્ટોબર દરમિયાન હવામાનમાં ફેરફાર થવાની સંભાવના છે. તેથી, 18 થી 23 ઓક્ટોબર દરમિયાન ચક્રવાત જેવું વાતાવરણ જોવા મળી શકે છે.

લાંબા ગાળાની આગાહી કરતા, અંબાલાલ પટેલે કહ્યું છે કે નવેમ્બરની શરૂઆતમાં દક્ષિણ ભારતમાં ભારે વરસાદ પડશે, જેના કારણે ગુજરાતમાં પણ હવામાન બદલાશે. આ આગાહીઓને ધ્યાનમાં રાખીને, ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે આગામી દિવસોમાં સંભવિત વરસાદ અંગે જરૂરી તૈયારીઓ કરવી હિતાવહ છે. જો કે, આ માત્ર આગાહી હોવાથી, હવામાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરવામાં આવેલી સત્તાવાર માહિતી પર પણ ધ્યાન આપવું જરૂરી છે.

વરસાદનો બીજો રાઉન્ડ પણ ટૂંક સમયમાં આવવાની સંભાવના છે. બંગાળની ખાડીમાં બીજી સિસ્ટમ સક્રિય હોવાથી, 10 થી 13 ઓક્ટોબર દરમિયાન થોડો વરસાદ પડવાની સંભાવના છે.

હવામાન વિભાગે વરસાદ અંગે આગાહી કરી છે. હવામાન વિભાગે આજથી 7 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. ત્યારબાદ 3 દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદની ચેતવણી આપી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્રીજા દિવસે 1 અને 2 ઓક્ટોબરે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પાછળના વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ છે. આ વરસાદ ખાસ કરીને કપાસ, મગફળી અને ડાંગરના પાક માટે ચિંતાજનક બની શકે છે. સરકારે નીચાણવાળા વિસ્તારોને ચેતવણી આપી છે અને માછીમારોને આગામી સૂચના સુધી દરિયામાં ન જવાની સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે. નાગરિકોને નદીઓ, નાળાઓ અને જર્જરિત ઘરોથી દૂર રહેવાની પણ અપીલ કરવામાં આવી છે.

રાજ્યમાં રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જામનગર, અમરેલી, કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર અને દક્ષિણ સમુદ્રમાં માછીમારોને ચેતવણી આપવામાં આવી છે. ઉત્તર અને દક્ષિણ સમુદ્રમાં 3 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે. હાલમાં, વેલમાર્ક લો સિસ્ટમ અને ચક્રવાતી પરિભ્રમણને કારણે વરસાદી વાતાવરણ છે. ૧ ઓક્ટોબરે દરિયામાં ડિપ્રેશન બનશે. કુલ ૩ સિસ્ટમ બનવાને કારણે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.