સુશીલા કાર્કી નેપાળનાં વચગાળાનાં PM બનશે…ભારત સાથે આવો છે સબંધ

હિંસાની આગમાં સળગી રહેલું નેપાળ હવે નવી સરકારની રચનાની રાહ જોઈ રહ્યું છે. આવી સ્થિતિમાં, જનરલ-ઝેડ આંદોલનકારીઓએ એક વર્ચ્યુઅલ મીટિંગ બોલાવી જેમાં 5000 થી વધુ…

Nepal 2 1

હિંસાની આગમાં સળગી રહેલું નેપાળ હવે નવી સરકારની રચનાની રાહ જોઈ રહ્યું છે. આવી સ્થિતિમાં, જનરલ-ઝેડ આંદોલનકારીઓએ એક વર્ચ્યુઅલ મીટિંગ બોલાવી જેમાં 5000 થી વધુ યુવાનોએ ભાગ લીધો. આ મીટિંગમાં ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ સુશીલા કાર્કીને સૌથી વધુ ટેકો મળ્યો. જોકે, બાલેન શાહનું નામ પણ રેસમાં હતું, પરંતુ તેમને પૂરતું સમર્થન મળી શક્યું નહીં.

સુશીલા કાર્કી કોણ છે?

ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ સુશીલા કાર્કીનો ભારત સાથે ઊંડો સંબંધ છે. ભ્રષ્ટાચાર સામે કડક વલણ અપનાવનાર સુશીલા કાર્કી નેપાળની સુપ્રીમ કોર્ટની એકમાત્ર મહિલા ચીફ જસ્ટિસ હતી. તેમણે 11 જુલાઈ 2016 થી 6 જૂન 2017 સુધી આ પદ સંભાળ્યું. તેમણે બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU) માંથી રાજકીય વિજ્ઞાનમાં એમએ કર્યું.

ઘણા મહત્વપૂર્ણ કેસ સાંભળ્યા
સુશીલા કાર્કીનો જન્મ 7 જૂન 1952 ના રોજ નેપાળના બિરાટનગરમાં થયો હતો. તેમણે ૧૯૭૯માં કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી અને ૨૦૦૭માં સિનિયર એડવોકેટ બન્યા. કાર્કીને ૨૦૦૯માં સુપ્રીમ કોર્ટમાં એડહોક જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને ૨૦૧૦માં કાયમી જજ બન્યા. જોકે, તેમને ૨૦૧૬માં સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા જજ બનવાનો લહાવો મળ્યો. તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે ચૂંટણી વિવાદો, ભ્રષ્ટાચાર સહિત ઘણા મહત્વપૂર્ણ કેસોની સુનાવણી કરી.

સોશિયલ મીડિયા પર પ્રતિબંધ અને ભ્રષ્ટાચાર સહિતના અનેક મુદ્દાઓને લઈને નેપાળ છેલ્લા ત્રણ દિવસથી સળગી રહ્યું છે. વિરોધ પ્રદર્શન એટલું હિંસક બન્યું કે વિરોધીઓએ નેતાઓના ઘરોને આગ ચાંપી દીધી અને કેપી શર્મા ઓલીને વડા પ્રધાન પદ પરથી રાજીનામું આપવું પડ્યું, ત્યારબાદ સેનાએ દેશની સુરક્ષાની જવાબદારી સંભાળી અને વિરોધીઓને શાંતિ જાળવવા અપીલ કરી.