પ્રખ્યાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે બે દિવસ રાજ્યમાં ભારે પવન સાથે ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદ પડશે. 20 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
અંબાલાલે આગામી 48 કલાક માટે ચેતવણી આપી છે. તેમણે આગાહી કરી છે કે આગામી 48 કલાકમાં ગુજરાતમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડશે. ઉત્તર ગુજરાતમાં પાટણ, હારિજ, મહેસાણા, પાલનપુર, સાબરકાંઠામાં વરસાદ પડશે. ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. ત્યારબાદ મધ્ય ગુજરાત અને મહિસાગરમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે.
આજે સાંજ સુધીમાં અમદાવાદ અને ગાંધીનગરના હવામાનમાં મોટો ફેરફાર થશે. માણસા ગાંધીનગરમાં મુશળધાર વરસાદ પડશે. ત્યારબાદ રાજ્યના સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલીમાં ભારે વરસાદ પડશે. આજે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 4 થી 10 ઇંચ વરસાદ પડશે. આમ, અંબાલાલ પટેલે આગાહી કરી છે કે અમદાવાદ અને ગાંધીનગર જળબંબાકાર રહેશે.
હવામાન નિષ્ણાતોના મતે, આગામી 5 થી 8 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના તમામ ભાગોમાં વરસાદ પડશે. આગામી 13 થી 18 સપ્ટેમ્બર દરમિયાન એક મજબૂત સિસ્ટમ આવી રહી છે. પવનની ગતિ વધુ હોવાથી તે ખેતી પાક માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
તેમણે કહ્યું કે બંગાળની ખાડીની મજબૂત સિસ્ટમ ગુજરાતના કેટલાક ભાગો તરફ આવશે. જેના કારણે મહિસાગરના કેટલાક ભાગો, પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગો, ભરૂચના કેટલાક ભાગો, ખંભાતના કેટલાક ભાગો, તારાપુરના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. તો કેટલાક ભાગોમાં ખૂબ જ ભારે વરસાદની શક્યતા છે. કેટલાક ભાગોમાં ઓછો, કેટલાક ભાગોમાં 3 થી 6 ઇંચ અને કેટલાક ભાગોમાં 8 ઇંચ વરસાદ પડી શકે છે.

