આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે …5 સિસ્ટમ સક્રિય થઈ

હવામાન વિભાગે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના…

Varsad 6

હવામાન વિભાગે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આગામી 5 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની શક્યતા છે.

દરિયા કિનારા પર સિગ્નલ નંબર 3

રાજ્યમાં ભારે વરસાદની આગાહીને પગલે, માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. રાજ્યના સમગ્ર દરિયા કિનારા પર સિગ્નલ નંબર 3 લગાવવામાં આવ્યો છે. હવામાન વિભાગે પાંચ દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે જણાવ્યું છે કે એક સાથે 5 સિસ્ટમ સક્રિય થતાં, રાજ્યમાં અતિ ભારે વરસાદની શક્યતા હજુ પણ છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના નિયામક ડો. એ. કે. દાસ દ્વારા આ આગાહી કરવામાં આવી છે.

મેંદરડામાં મહત્તમ ૧૨.૫ ઇંચ વરસાદ

જૂનાગઢના વંથલી, મેંદરડા, કેશોદમાં ભારે વરસાદ પડ્યો છે. આજે મેંદરડામાં મહત્તમ ૧૨.૫ ઇંચ વરસાદ પડ્યો છે, જેના કારણે શહેર બેટમાં ફેરવાઈ ગયું છે. વરસાદને કારણે જૂનાગઢમાં નવ રસ્તા બંધ થઈ ગયા છે. જૂનાગઢના ૫૨ નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. માણાવદર-વંથલી તાલુકાના ૩૫ ગામોમાં સંપર્ક વિહોણો થઈ ગયો છે. મેંદરડામાં ભારે વરસાદને કારણે જૂનાગઢ-મેંદરડા રસ્તો બંધ થઈ ગયો છે. રસ્તા પર પાણી ફરી વળ્યું છે. જ્યાં જુઓ ત્યાં ફક્ત પાણી જ દેખાય છે.