ઇતિહાસમાં ઘણા રહસ્યમય લોકો રહ્યા છે જેમણે પોતાના અસાધારણ દાવાઓ અને આગાહીઓથી સમગ્ર વિશ્વનું ધ્યાન આકર્ષિત કર્યું છે. આમાંનું એક નામ બલ્ગેરિયાના બાબા વાંગાનું છે. તમે ક્યારેક ને ક્યારેક બાબા વાંગા અને તેમની ભવિષ્યવાણીઓ વિશે સાંભળ્યું જ હશે. તેમણે દુનિયા વિશે કરેલી મોટાભાગની આગાહીઓ સાચી પડી છે. જેમને ‘બાલ્કન્સના નોસ્ટ્રાડેમસ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમના મૃત્યુના દાયકાઓ પછી પણ, તેમની ઘણી આગાહીઓ ચર્ચાનો વિષય બની રહી છે, કારણ કે તેમાંથી ઘણી સાચી પડી છે.
બાબા વાંગા કોણ હતા?
બાબા વાંગાનું સાચું નામ વાંગેલિયા પાંડેવા દિમિત્રોવા હતું. તેમનો જન્મ ૩૧ જાન્યુઆરી ૧૯૧૧ના રોજ બલ્ગેરિયામાં થયો હતો. તેમનું બાળપણ સામાન્ય હતું, પરંતુ 12 વર્ષની ઉંમરે એક ભયંકર વાવાઝોડાએ તેમનું જીવન બદલી નાખ્યું. આ તોફાનને કારણે તેની આંખો રેતીથી ભરાઈ ગઈ, જેના કારણે તેણે પોતાની દૃષ્ટિ સંપૂર્ણપણે ગુમાવી દીધી. જોકે, આ ઘટના જ તેની રહસ્યમય શક્તિઓ બહાર આવવાનું કારણ બની.
નિષ્ણાતો કહે છે કે ત્યારથી તેમને ભવિષ્ય જોવાની ચમત્કારિક શક્તિ મળી. પાછળથી લોકોને તેમની આ શક્તિ વિશે ખબર પડી. પછી ધીમે ધીમે દુનિયાભરના લોકો તેમની સમસ્યાઓના ઉકેલો અને તેમના ભવિષ્ય જાણવા માટે તેમની પાસે આવવા લાગ્યા.
બાબા વાંગાની કેટલીક મહત્વપૂર્ણ ભવિષ્યવાણીઓ
બાબા વાંગાએ તેમના જીવનકાળ દરમિયાન લગભગ ૫૦ વર્ષ સુધી ભવિષ્યવાણીઓ કરી હતી. ૧૧ ઓગસ્ટ ૧૯૯૬ ના રોજ તેમના મૃત્યુ પહેલા તેમણે ૫૦૭૯ વર્ષ સુધીની આગાહીઓ કરી હતી. તેમની ઘણી આગાહીઓ સાચી પણ સાબિત થઈ છે, તો ચાલો તેમાંથી કેટલીક આગાહીઓ વિશે જાણીએ.
તેમણે બીજા વિશ્વયુદ્ધના પરિણામની સચોટ આગાહી કરી હતી.
બાબા વાંગાએ સોવિયેત યુનિયનના પતનની પણ આગાહી કરી હતી, જે 1991 માં સાચી પડી.

