ગુજરાતને નવું વાવાઝોડું ધમરોળશે, 22 થી 25 મે સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની અંબાલાલની આગાહી

હવામાન વિભાગે 22 મે થી 25 મે દરમિયાન રાજ્યમાં ફરી વાવાઝોડાની આગાહી કરી છે,,, અમરેલી, ભાવનગર, અવસારી, વલસાડમાં 3 દિવસ ગાજવીજ સાથે વરસાદ,,, આજે વલસાડ,…

Ambalal patel

હવામાન વિભાગે 22 મે થી 25 મે દરમિયાન રાજ્યમાં ફરી વાવાઝોડાની આગાહી કરી છે,,, અમરેલી, ભાવનગર, અવસારી, વલસાડમાં 3 દિવસ ગાજવીજ સાથે વરસાદ,,, આજે વલસાડ, ડાંગ, દાદરાનગર હવેલીમાં વરસાદની શક્યતા છે.

ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ આવશે.

રાજ્ય પર હજુ પણ ભયના વાદળો છવાયેલા છે. 21 મે સુધી ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. રાજ્યમાં વાવાઝોડાની આગાહી છે. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે પણ 21મીથી હવામાનમાં પલટો આવવાની આગાહી કરી છે. 25 થી 31 મે દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. 24 મેથી સૂર્ય કૃતિકા નક્ષત્રમાં રહેતા અરબી સમુદ્રમાં વાવાઝોડાની શક્યતા છે.

આગાહીશાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી

અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે હવામાનમાં પલટાને કારણે લોકોને ગરમીથી રાહત મળશે. ૨૧ મેથી હવામાનમાં મોટો ફેરફાર થશે. જેના કારણે ગુજરાતનું હવામાન અસ્તવ્યસ્ત રહેશે. તેમણે કહ્યું કે રાજ્યના કેટલાક ભાગોમાં ચક્રવાતની શક્યતા છે. હાલ પણ ચક્રવાતની શક્યતા છે. ૨૪ મેથી સૂર્ય કૃતિકા નક્ષત્રમાં રહેતા અરબી સમુદ્રમાં તોફાન આવવાની શક્યતા છે. ૨૮ મેથી ૩૧ મે દરમિયાન ગ્રહોમાં પરિવર્તનને કારણે, ૨૫ થી ૩૧ મે દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.

અંબાલાલ પટેલે જણાવ્યું કે આ સમયે મુંબઈ અને ગોવા વચ્ચે ચક્રવાતની શક્યતા છે. આ ચક્રવાતની અસર મોટાભાગના ગુજરાત પર પડવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. ૫-૬ જૂને રાજ્યમાં અણધાર્યો વરસાદ પડવાની શક્યતા છે.