સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી…રાજ્યમાં પવનની ગતિ 30-35 કિમી પ્રતિ કલાકની રહેશે

આગામી 2 દિવસ રાજ્યમાં ગરમીનો અનુભવ થશે. 3 તારીખ પછી રાજ્યમાં તાપમાન 2-3 ડિગ્રી ઘટશે. રાજ્યમાં ભારે ગરમી વચ્ચે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.…

Varsadstae

આગામી 2 દિવસ રાજ્યમાં ગરમીનો અનુભવ થશે. 3 તારીખ પછી રાજ્યમાં તાપમાન 2-3 ડિગ્રી ઘટશે. રાજ્યમાં ભારે ગરમી વચ્ચે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે 3 થી 7 મે દરમિયાન રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમાં કાલે માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં પવનની ગતિ 30-35 કિમી પ્રતિ કલાક રહેશે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજસ્થાન તરફ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગરમી પછી કમોસમી વરસાદ ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો કરશે. હવામાન વિભાગે 3 મે થી 6 મે દરમિયાન રાજ્યમાં માવઠાની આગાહી કરી છે. કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતિત છે.

અમદાવાદ સહિતના શહેરોમાં આકાશમાંથી આગના ઝાપટા વરસશે

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, અમદાવાદ સહિત રાજ્યના અન્ય શહેરોમાં હજુ પણ આકાશમાંથી આગના ઝાપટા વરસશે. આગામી બે દિવસ સુધી ગરમીનો પ્રકોપ ચાલુ રહેવાની આગાહી છે. ગુજરાતમાં તાપમાન વધવા લાગ્યું છે, ત્યારે અમદાવાદમાં પણ મહત્તમ તાપમાન વધી રહ્યું છે. આ સાથે, અમદાવાદમાં મહત્તમ તાપમાન પણ 42 ડિગ્રીની નજીક પહોંચી ગયું છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી નોંધાયું છે. જેના કારણે શહેરમાં કાળઝાળ ગરમીમાં લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, આજે રાજ્યમાં ગરમીનું મોજું જોવા મળશે. હવામાન વિભાગે કેટલાક શહેરોમાં તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છથી લઈને દક્ષિણ અને મધ્ય તેમજ ઉત્તર ગુજરાતમાં ગરમીએ હાહાકાર મચાવ્યો છે. રાજ્ય હાલમાં ગરમીનો અનુભવ કરી રહ્યું છે. હવે હવામાન વિભાગે બીજી આગાહી કરી છે, જે મુજબ આગામી ત્રણ દિવસ સુધી તાપમાનમાં વધારો ચાલુ રહેશે.

રાજકોટ શહેર 44.9 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર તરીકે નોંધાયું હતું. હાલમાં, દક્ષિણ-પશ્ચિમ તરફથી ફૂંકાતા પવનને કારણે, તાપમાન 3 દિવસ સુધી વધવાનું ચાલુ રહી શકે છે. મહત્તમ તાપમાન 40 થી 44 ડિગ્રી રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.