આગામી 3 દિવસ સુધી ગુજરાતમાં હવામાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય અને ઠંડીથી કોઈ રાહત નહીં મળે. 3 દિવસ પછી, લઘુત્તમ તાપમાનમાં વધારો થશે અને સામાન્ય રીતે ઠંડીમાં ઘટાડો થશે. નલિયા અને રાજકોટમાં નીચું તાપમાન નોંધાયું છે, કોલ્ડવેવની અસર જોવા મળી છે. આગામી બે દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. ઉત્તર-પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે.
11 ડિસેમ્બરે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઠંડી વધવાની આગાહી કરનાર અંબાલાલ પટેલે આગાહી કરી છે.અંબાલાલ પટેલે એવી પણ આગાહી કરી છે કે 15 થી 17 ડિસેમ્બરે વાદળો દેખાઈ શકે છે. ડિસેમ્બરના અંતમાં હળવા વરસાદની શક્યતા.
અંબાલાલ પટેલે આગામી દિવસોમાં રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. અંબાલાલનું કહેવું છે કે 17 ડિસેમ્બરથી મહત્તમ તાપમાનમાં વધારો થશે અને 16 થી 24 ડિસેમ્બર સુધી અરબી સમુદ્રમાં સિસ્ટમ બનશે. જેના કારણે રાજ્યમાં કમોસમી વરસાદ પડી શકે છે. ડિસેમ્બરના અંતમાં કડકડતી ઠંડી પડશે. 22 થી 31 સુધી કડકડતી ઠંડી રહેશે. જાન્યુઆરીમાં જીવલેણ ઠંડી પડશે.
ડિસેમ્બર મહિનામાં બીજી વખત ચક્રવાતનો ખતરો ઉભો થયો છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 23 ડિસેમ્બરથી ઠંડી જામશે. તેમણે એમ પણ કહ્યું હતું કે 16 થી 22 ડિસેમ્બર દરમિયાન વાદળછાયું હવા આવવાના કારણે અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીનું મોજું આવવાની આગાહી છે. આગામી 48 કલાક માટે. આગામી ત્રણ દિવસમાં રાજ્યમાં ઠંડીનું જોર વધશે. રાજ્યમાં તાપમાનમાં વધુ 2 ડિગ્રીનો ઘટાડો થશે.
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડીમાં એકાએક વધારો થયો છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે રાજ્યમાં ઠંડીમાં વધારો થયો છે. હવામાન વિભાગે પણ ઠંડી જામવાની આગાહી કરી છે. ત્યારે જાણો આગામી દિવસોમાં રાજ્યમાં કેવું રહેશે તાપમાન. રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો થશે એટલે કે લોકોને ઠંડીનો સામનો કરવો પડશે.
છેલ્લા બે દિવસથી દિવસ દરમિયાન પણ ઠંડો પવન ફૂંકાતા લોકોને ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યમાં તીવ્ર ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. આ દરમિયાન ગુજરાતીઓએ મુશ્કેલ દિવસો પસાર કરવા પડશે. કારણ કે, હવામાન વિભાગની નવી આગાહી તમને તનાવમાં મૂકે તેવી છે.