આધારકાર્ડને મફતમાં અપડેટ કરવાની તારીખ લંબાવાઈ, જાણો કેવી રીતે કરશો અપડેટ

Aadhaar card update: જો તમારી પાસે આધાર કાર્ડ છે તો સ્વાભાવિક છે કે તમારે ઘણા કામો માટે તેની જરૂર પડશે. સરકારી હોય કે બિનસરકારી કામ…

Aadhaar card update: જો તમારી પાસે આધાર કાર્ડ છે તો સ્વાભાવિક છે કે તમારે ઘણા કામો માટે તેની જરૂર પડશે. સરકારી હોય કે બિનસરકારી કામ કરાવવું હોય, આધાર કાર્ડની જરૂર છે. એટલું જ નહીં, સિમ કાર્ડ મેળવવાથી લઈને બેંક ખાતું ખોલાવવા સુધીની દરેક કામ માટે આધારકાર્ડ જરૂરી છે. તેમાં તમારી પાસે બાયોમેટ્રિક અને ડેમોગ્રાફિક માહિતી છે.

દરમિયાન આધાર કાર્ડ ધારકો માટે મોટા સમાચાર આવ્યા છે. આધાર યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઑફ ઈન્ડિયા (UIDAI) એ મફત આધાર અપડેટ કરવાની સમયમર્યાદા વધારી દીધી છે.

જણાવી દઇએ કે UIDAIએ જણાવ્યું હતું કે જેમના આધાર કાર્ડ 10 વર્ષ જૂના છે તેમના આધાર કાર્ડ અપડેટ કરવા. આવી સ્થિતિમાં, તેની છેલ્લી તારીખ 14 સપ્ટેમ્બર 2024 એટલે કે આજે હતી અને હવે આ તારીખ આગામી ત્રણ મહિના માટે લંબાવવામાં આવી છે.

UIDAI દ્વારા આધારા અપડેટ કરાવાની પહેલી ડેટલાઈન 14 માર્ચથી 14 જૂન 2024 સુધી લંબાવી હતી અને પછી તેને વધારીને 14 સપ્ટેમ્બર કરવામાં આવી હતી. શનિવારે તેમાં વધુ એક વધારો કરવામાં આવ્યો છે અને હવે આધાર કાર્ડ યુઝર્સ આ કામને 14મી ડિસેમ્બર સુધી બિલકુલ ફ્રીમાં કરાવી શકશે.

આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરવાની સમયમર્યાદા પછી અપડેટ કરવા માટે UIDAI દ્વારા નક્કી કરાયેલ ચાર્જ ચૂકવવો પડશે, જે 50 રૂપિયા છે. ખાસ વાત એ છે કે UIDAI દ્વારા આપવામાં આવતી આધાર કાર્ડ અપડેટ કરવાની આ ફ્રી સર્વિસ માત્ર myAadhaar પોર્ટલ પર ઉપલબ્ધ છે.

તો ચાલો જાણીએ કઈ છે નવી તારીખ. સાથે જ તમે અહીં જાણી શકશો કે તમે તમારું આધાર કાર્ડ કેવી રીતે ફ્રીમાં અપડેટ કરી શકો છો.

સ્ટેપ 1

  • જો તમે હજી સુધી તમારું આધાર કાર્ડ અપડેટ કર્યું નથી, તો હવે તમે આ કામ 14મી ડિસેમ્બર 2024 સુધીમાં કરી શકો છો.
  • આ માટે તમારે સૌથી પહેલા UIDAIની ઓફિશિયલ વેબસાઈટ uidai.gov.in/en પર જવું પડશે.
  • અહીં તમને ‘Update Aadhaar’નો વિકલ્પ મળશે જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે.

સ્ટેપ 2

  • ત્યાર બાદ 12 અંકનો આધાર નંબર એન્ટર કરો, પછી તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP આવશે.
  • તમારે આ OTP દાખલ કરીને લોગીન કરવું પડશે.
  • પછી તમારે ડોક્યુમેન્ટ અપડેટ ઓપ્શન પર ક્લિક કરવું પડશે અને તમારા ડોક્યુમેન્ટ્સ વેરિફાઇ કરાવવા પડશે.

સ્ટેપ 3
ત્યાર બાદ તમારે નીચે આવવું પડશે
જ્યાં તમારે તમારા ઓળખ કાર્ડ અને એડ્રેસ પ્રૂફની સ્કેન કોપી અપડેટ કરવાની રહેશે.
ત્યાર પછી તમારે સબમિટ પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારું ફોર્મ સબમિટ થઈ જશે.
અહી તમને એક રિક્વેસ્ટ નંબર મળશે જેના દ્વારા તમે તપાસ કરી શકશો કે તમારું આધાર અપડેટ થયું છે કે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *