ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન શિખર ધવને ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. છેલ્લા દોઢ વર્ષથી ટીમ ઈન્ડિયાથી દૂર રહેલા ક્રિકેટના ‘ગબ્બર સિંહ’એ પોતાના X એકાઉન્ટ પરથી એક વીડિયો પોસ્ટ કરીને આ જાણકારી આપી હતી. શિખર ધવન ડાબા હાથનો ઓપનિંગ બેટ્સમેન અને જમણેરી ઓફ બ્રેક બોલર છે. ધવન ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પંજાબ કિંગ્સનો કેપ્ટન છે. તેણે ભારતીય ટીમની કેપ્ટનશિપ પણ સંભાળી છે. ધવને ક્રિકેટમાંથી ખ્યાતિની સાથે ઘણી સંપત્તિ પણ કમાઈ છે. એક અંદાજ મુજબ તેમની કુલ સંપત્તિ 96 કરોડ રૂપિયા છે. ધવન પાસે ઘણી પ્રોપર્ટી છે. તેમની પાસે દિલ્હીમાં એક આલીશાન ઘર છે જેની કિંમત 5 કરોડ રૂપિયા છે. તેની પાસે ઘણી મોંઘી કાર છે. સૌથી મોંઘી કારની કિંમત 2.25 લાખ રૂપિયા છે.
શિખર ધવન લક્ઝરી લાઈફ જીવે છે. તેની પાસે ઘણી પ્રખ્યાત બ્રાન્ડની ઘડિયાળો છે. ધવન પાસે હીરા જડેલી ઓડેમર્સ પિગ્યુટ રોયલ ઓક ઓફશોર ઘડિયાળ છે જેની કિંમત 72 લાખ રૂપિયા છે. ધવને 2012માં ઓસ્ટ્રેલિયામાં રહેતી આયેશા મુખર્જી સાથે લગ્ન કર્યા હતા. નવ વર્ષ પછી બંનેએ છૂટાછેડા લીધા. ધવનને એક પુત્ર છે, જેનું નામ જોરાવર છે. 2010 માં, ધવનને ઓસ્ટ્રેલિયા સામેની ODI માં ભારત માટે આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કરવાની તક મળી. તેણે 2011માં T20 અને 2013માં ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું.
અમીર ક્રિકેટરોમાં તેની ગણતરી થાય છે
શિખર ધવનનું નામ વિશ્વના સૌથી અમીર ક્રિકેટરોમાં સામેલ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ધવનની કુલ સંપત્તિ લગભગ 96 કરોડ રૂપિયા છે. તેમની આવકના મુખ્ય સ્ત્રોત BCCI અને IPL કોન્ટ્રાક્ટ છે. આ સિવાય તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાંથી પણ સારી એવી કમાણી કરે છે. બીસીસીઆઈએ ધવનને ગ્રેડ-એ કેટેગરીના ખેલાડીઓમાં સામેલ કર્યો હતો, જેના હેઠળ તેણે 5 કરોડ રૂપિયાની વાર્ષિક કમાણી કરી હતી.
શિખર ધવનને ભારત તરફથી રમાતી પ્રત્યેક ટેસ્ટ મેચ માટે 15 લાખ રૂપિયા, વનડે મેચ માટે 6 લાખ રૂપિયા અને ટી20 મેચ માટે 3 લાખ રૂપિયાની મેચ ફી મળી રહી છે. IPL 2022ની હરાજીમાં પંજાબ કિંગ્સે શિખર ધવનને 8.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેને 2023 IPLમાં પણ આ જ કિંમતે જાળવી રાખવામાં આવ્યો હતો.
કરોડોની સંપત્તિ
શિખર ધવને કરોડો રૂપિયાની પ્રોપર્ટીમાં રોકાણ કર્યું છે. ઓસ્ટ્રેલિયામાં તેનું ઘર છે. તેણે આ ઘર 2015માં $730,000માં ખરીદ્યું હતું. હાલમાં તેની પૂર્વ પત્ની આયેશા આ ઘરમાં રહે છે. શિખર ધવન પાસે દિલ્હીમાં એક આલીશાન ઘર છે, જેની કિંમત 5 કરોડ રૂપિયાથી વધુ છે. શિખરને મોંઘી ઘડિયાળો પહેરવાનો શોખ છે. તેની પાસે કોરમ, ટેગ હ્યુઅર જેવી બ્રાન્ડની ઘડિયાળો છે. ધવન પાસે હીરા જડેલી ઓડેમર્સ પિગ્યુટ રોયલ ઓક ઓફશોર ઘડિયાળ છે જેની કિંમત 72 લાખ રૂપિયા છે.
મોંઘી કારના શોખીન
શિખર ધવન પાસે ઘણી લક્ઝરી કાર છે. આમાંથી એક BMW M8 Coupe છે, જેની કિંમત લગભગ 2.25 કરોડ રૂપિયા છે. શિખર ધવનને મોંઘી અને લક્ઝરી કારનો ખૂબ જ શોખ છે. તેની પાસે ઘણી શાનદાર કારોનું કલેક્શન છે. આ સિવાય તેની પાસે Audi A6, રેન્જ રોવર જેવી મોંઘી કાર પણ છે.