આ દેશમાં બાળકો પેદા કરો અને મેળવો ગોલ્ડ અને સિલ્વર મેડલ , માતા થઇ જાય છે માલામાલ

વધુ બાળકો ધરાવવા માટે મેડલ: ભારત અને ચીન જેવા દક્ષિણ એશિયાઈ દેશોમાં વસ્તી એટલી ઝડપથી વધી રહી છે કે કુટુંબ નિયોજન પર ભાર મૂકવામાં આવે…

વધુ બાળકો ધરાવવા માટે મેડલ: ભારત અને ચીન જેવા દક્ષિણ એશિયાઈ દેશોમાં વસ્તી એટલી ઝડપથી વધી રહી છે કે કુટુંબ નિયોજન પર ભાર મૂકવામાં આવે છે. વહીવટીતંત્ર એવો ઉપદેશ આપે છે કે ‘ઓછા બાળકો સારા છે’, જો કે તેમ છતાં આવા અભિયાનોની બહુ અસર થતી નથી. પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં એક એવો દેશ છે જ્યાં ગંગા ઉલટી વહે છે.

કઝાકિસ્તાનમાં વધુ બાળકો હોવા બદલ પુરસ્કાર

મધ્ય એશિયાઈ દેશ કઝાકિસ્તાનમાં લાંબા સમયથી સોવિયેત પરંપરા છે જ્યાં મોટા પરિવારો ધરાવતી ‘હીરો માતાઓ’ને મેડલ આપવામાં આવે છે. જો કે વિશ્વમાં ઘણા ઓછા વસ્તીવાળા દેશો છે જ્યાં નાગરિકોને બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે, પરંતુ કઝાકિસ્તાન આ મામલે ઘણા પગલાં આગળ વધી ગયું છે.

ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવો

કઝાકિસ્તાનમાં, મહિલાઓને વધુ બાળકો પેદા કરવા અને ઊંચો જન્મ દર હોવા બદલ સરકાર તરફથી પુરસ્કાર તરીકે મેડલ મળે છે. 7 બાળકોને જન્મ આપનારી માતાઓને ગોલ્ડ મેડલ અને 6 બાળકોને જન્મ આપનારી માતાઓને સિલ્વર મેડલ આપવામાં આવે છે. મેડલ મેળવનારી મહિલાઓને આજીવન ભથ્થું મળે છે. જ્યારે 4 કે તેથી વધુ બાળકો ધરાવતી મહિલાઓને મેડલ મળતો નથી, પરંતુ બાળકો 21 વર્ષના થાય ત્યાં સુધી આર્થિક મદદ ચોક્કસથી આપવામાં આવે છે.

આ પરંપરા સોવિયેત રશિયાના સમયની છે

કઝાકિસ્તાન એક સમયે સોવિયેત સંઘનો ભાગ હતો, પરંતુ 1992 માં તે એક નવો દેશ બન્યો. જો કે, આ પરંપરા રશિયામાં 1944 થી ચાલી રહી છે જ્યારે 10 કે તેથી વધુ બાળકોને જન્મ આપનાર ‘મધર હીરોઈન’ને સન્માન આપવામાં આવતું હતું.

‘સરકાર વસ્તી વધારવા માંગે છે’

કઝાકિસ્તાનના શ્રમ અને સામાજિક કાર્યક્રમોના વિભાગના અક્સના એલુસેઝોવાએ બીબીસીને કહ્યું, “અમારી સરકારની નીતિ દેશમાં વધુ બાળકો પેદા કરવાની છે. દરેક વ્યક્તિ હંમેશા આ વિશે વાત કરે છે. વધુ બાળકો પેદા કરવાની, આપણી વસ્તી વધારવાની વાત કરે છે.”

ગીચ વસ્તી નથી

કઝાકિસ્તાનનો જમીન વિસ્તાર 2,724,900 ચોરસ કિલોમીટર છે, જ્યારે તેની વસ્તી માત્ર 2 કરોડ 75 હજારની આસપાસ છે, તેથી વસ્તી ગીચતા પ્રતિ ચોરસ કિલોમીટર માત્ર 7 છે. તેના ફાયદા પણ જોવા મળ્યા અને અહીં પ્રજનન દર પ્રતિ મહિલા 3.32 બાળકો સુધી પહોંચી ગયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *