ભારતી એરટેલના માલિક સુનીલ મિત્તલની કંપની ભારતી એન્ટરપ્રાઈઝ બ્રિટનની મોટી ટેલિકોમ કંપનીમાં હિસ્સો ખરીદવા જઈ રહી છે. ઉદ્યોગપતિ સુનીલ મિત્તલની કંપની બ્રિટિશ ટેલિકોમ કંપની BT ગ્રુપમાં 24.5 ટકા હિસ્સો ખરીદશે. ભારતી એન્ટરપ્રાઇઝ 4 બિલિયન ડોલર એટલે કે લગભગ 34 હજાર કરોડ રૂપિયામાં આ ડીલ પૂર્ણ કરવાની તૈયારી કરી રહી છે. BT બ્રિટનની સૌથી મોટી બ્રોડબેન્ડ અને મોબાઈલ કંપની છે, જેમાં હવે ભારતીય ઉદ્યોગપતિ સુનીલ મિત્તલનો મોટો હિસ્સો હશે. બ્રિટિશ કંપનીમાં હિસ્સો ખરીદનારાઓની યાદીમાં સુનીલ મિત્તલ એકલા નથી. આમાં ઘણા વધુ જાણીતા ભારતીય ઉદ્યોગપતિઓના નામ સામેલ છે…
ટાટા ગ્રુપ દ્વારા મોટું રોકાણ
દેશની દિગ્ગજ કંપની ટાટા, જે બજાર મૂલ્યાંકનની દ્રષ્ટિએ પાકિસ્તાનના જીડીપી કરતા મોટી છે, તેનું બ્રિટનમાં મોટું રોકાણ છે. ટાટા ગ્રુપ બ્રિટન સ્થિત લક્ઝરી કાર ઉત્પાદક જગુઆર લેન્ડ રોવરની માલિકી ધરાવે છે, જ્યારે ટાટા સ્ટીલ બ્રિટનમાં તેના પ્લાન્ટ ધરાવે છે. ટાટાએ વર્ષ 2023માં બ્રિટનમાં ઇલેક્ટ્રિકલ કાર બેટરી ફેક્ટરી માટે 4 બિલિયન પાઉન્ડના રોકાણની જાહેરાત કરી હતી.
મુકેશ અંબાણીની રિલાયન્સનું મોટું રોકાણ
માત્ર ભારતી એરટેલ કે ટાટા જ નહીં પરંતુ મુકેશ અંબાણીની રિલાયન્સે પણ બ્રિટનમાં જંગી રોકાણ કર્યું છે. 2001માં મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ન્યૂ એનર્જીએ બ્રિટિશ બેટરી ટેક્નોલોજી કંપની ફેરાડિયન લિમિટેડને $135 કરોડમાં ખરીદી હતી. વર્ષ 2019માં મુકેશ અંબાણીએ 259 વર્ષ જૂની બ્રિટિશ ટોય કંપની હેમલીઝમાં 100 ટકા હિસ્સો ખરીદ્યો હતો.
વિપ્રો
અઝીઝ પ્રેમજીની કંપની વિપ્રોનું બ્રિટનમાં મોટું રોકાણ છે. ભારતીય આઈટી કંપની વિપ્રોએ વર્ષ 2022માં યુકે સ્થિત મેનેજમેન્ટ કન્સલ્ટન્સી ફર્મ કેપકોને $1.45 બિલિયનમાં ખરીદી હતી.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા
આનંદ મહિન્દ્રાની આગેવાની હેઠળની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનું બ્રિટનમાં મોટું રોકાણ છે. આનંદ મહિન્દ્રાની કંપનીએ વર્ષ 2021માં બ્રિટનની BSA મોટરસાઇકલ ખરીદી હતી. તમને જણાવી દઈએ કે આ કંપનીની શરૂઆત વર્ષ 1861માં બર્મિંગહામમાં થઈ હતી. આ સિવાય TVS મોટર્સે વર્ષ 2020માં બ્રિટિશ બ્રાન્ડ નોર્ટનને હસ્તગત કરી હતી. કંપનીએ વર્ષ 2023માં EBCO લિમિટેડનો 70 ટકા હિસ્સો ખરીદ્યો હતો. આ ઉપરાંત ભારતીય રોકાણ જૂથ વાધવન ગ્લોબલ કેપિટલ બ્રિટનની ડિજિટલ બેંક ઝોપામાં 320 મિલિયન પાઉન્ડનું રોકાણ ધરાવે છે.
અનિલ અગ્રવાલની કંપનીનું મુખ્યાલય
અનિલ અગ્રવાલની કંપની વેદાંત રિસોર્સિસનું મુખ્ય મથક લંડનમાં છે. માઇનિંગ કિંગ તરીકે જાણીતા ભારતીય ઉદ્યોગપતિ અનિલ અગ્રવાલ લંડનમાં રહે છે. આ સિવાય સિપ્લા, ગ્લેનમાર્ક જેવી મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓનું બ્રિટનમાં રોકાણ છે.
આઇશર મોટર
ભારતની આઇશર મોટરે 1994માં બ્રિટિશ મોટરસાઇકલ મેન્યુફેક્ચરિંગ કંપની રોયલ એનફિલ્ડને હસ્તગત કરી હતી.