ગુજરાત માટે ભારેથી અતિભારે આ દિવસો ! આ વિસ્તારો માટે ભયાનક આગાહી વાંચીને હચમચી જશો

આગામી 5 દિવસ સુધી ગરમીનો પ્રકોપ રહેશે. જે બાદ રાજ્યમાં આગામી 10 અને 11મીએ વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પ્રિ-મોન્સૂન એક્ટિવિટીને કારણે વરસાદ…

Varsad

આગામી 5 દિવસ સુધી ગરમીનો પ્રકોપ રહેશે. જે બાદ રાજ્યમાં આગામી 10 અને 11મીએ વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પ્રિ-મોન્સૂન એક્ટિવિટીને કારણે વરસાદ લાવશે. દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં 10 એપ્રિલે વરસાદની આગાહી કરવામાં આવી છે.જ્યારે 11 એપ્રિલે સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહિસાગર દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

તીવ્ર ગરમીની ચેતવણી વચ્ચે કેન્દ્ર દ્વારા એડવાઈઝરી જારી કરવામાં આવી છે. હાલ ગુજરાતના અનેક શહેરોમાં ઠંડીનો માહોલ છે. સાંજ પછી ભારેપણાનો અનુભવ થતો નથી. ઠંડી હવા વહે છે. તાપમાનનો પારો પણ નીચે ગયો છે. પરંતુ વાતાવરણ ઠંડુ થઈ રહ્યું છે તે સમજીને તેઓ જરા પણ ખુશ નથી. કારણ કે, બે દિવસ પછી વાતાવરણમાં શું થશે તેની અસર તમારા પર પડશે.

10 અને 11 એપ્રિલ પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના કારણે કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ થઈ શકે છે. 10 એપ્રિલ દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં વરસાદ પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યમાં ફરી એકવાર વરસાદ પડી શકે છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ મહિસાગર, નર્મદા અને છોટા ઉદેપુરમાં 11 એપ્રિલે હળવો વરસાદ પડી શકે છે. કમોસમી વરસાદને કારણે કેરી અને ઉનાળુ પાક સહિતના બાગાયતી પાકોને નુકસાન થવાની આશંકા છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે એપ્રિલ મહિનામાં ગુજરાતમાં હવામાનમાં મોટો ફેરફાર થશે. એપ્રિલ મહિનામાં વરસાદ પડશે. આ સાથે વાતાવરણમાં તોફાની પવનોનું પ્રમાણ વધશે. એપ્રિલથી પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થશે. જેના કારણે એપ્રિલના બીજા સપ્તાહમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. તેમજ અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે એપ્રિલ મહિનામાં તાપમાનમાં પણ વધારો થશે. રાજ્યમાં 20 એપ્રિલથી આકરી ગરમી શરૂ થશે. રાજ્યના ઘણા ભાગોમાં તાપમાન 43 ડિગ્રી સુધી જઈ શકે છે. તો મે મહિનામાં પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગરમી વધશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *