Reliance Jio, Airtel અને Vodafone Idea એ આપણા દેશની ત્રણ મોટી ટેલિકોમ કંપનીઓ છે. હવે ત્રણેય કંપનીઓએ ગ્રાહકોના ખિસ્સા પર બોજ વધાર્યો છે. ખરેખર, Jio, Airtel અને Viએ તેમના રિચાર્જ પ્લાનની કિંમતોમાં ધરખમ વધારો કર્યો છે. રિચાર્જ પ્લાન મોંઘા થયા બાદ હવે માત્ર સરકારી ટેલિકોમ એજન્સી BSNL જ પોતાના ગ્રાહકોને સસ્તા પ્લાન ઓફર કરી રહી છે.
BSNL એ તેના રિચાર્જ પ્લાનની કિંમતોમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ કરોડો લોકો માટે રાહતની વાત છે. Jio અને Airtel પાસે હવે રૂ. 150 અથવા રૂ. 200 થી ઓછી કિંમતના થોડાક પ્લાન બાકી છે. પરંતુ, BSNL પાસે 200 રૂપિયાથી ઓછા રિચાર્જ પ્લાન છે જેમાં સારી ઑફર્સ ઉપલબ્ધ છે.
ચાલો અમે તમને 200 રૂપિયાથી ઓછી કિંમતના BSNLના કેટલાક એવા પ્લાન વિશે જણાવીએ જેની કિંમત 200 રૂપિયાથી ઓછી છે પરંતુ સારી વેલિડિટી સાથે ફ્રી કૉલિંગ અને ડેટાની સુવિધા આપે છે.
BSNL નો 107 રૂપિયાનો પ્લાન
BSNL પાસે તેના ગ્રાહકો માટે 107 રૂપિયાનો સસ્તો પ્લાન પણ છે. BSNLનો આ પ્લાન 35 દિવસની લાંબી વેલિડિટી સાથે આવે છે. આમાં, કંપની તેના ગ્રાહકોને 200 મિનિટની વૉઇસ કૉલિંગ સુવિધા પ્રદાન કરે છે. આ પ્લાનમાં તમને 35 દિવસ માટે 3GB ડેટા મળે છે.
BSNL નો 108 રૂપિયાનો પ્લાન
BSNL પાસે 107 રૂપિયા અને 108 રૂપિયાનો પ્લાન પણ છે. જોકે, આ પ્લાન કંપનીના નવા ગ્રાહકો માટે જ છે. તેની વેલિડિટી 28 દિવસની છે. તમને 28 દિવસ માટે અમર્યાદિત કૉલિંગ અને દરરોજ 1GB ડેટા મળે છે.
BSNL નો 197 રૂપિયાનો પ્લાન
BSNL પાસે તેના ગ્રાહકો માટે લિસ્ટમાં 197 રૂપિયાનો રિચાર્જ પ્લાન પણ છે. જો તમને લાંબી વેલિડિટી જોઈતી હોય તો આ પ્લાન બેસ્ટ ઓપ્શન છે. આમાં તમને 70 દિવસની વેલિડિટી મળે છે. આ રિચાર્જ પ્લાનમાં કંપની પ્રથમ 18 દિવસ માટે યૂઝર્સને 2GB ડેટા ઓફર કરે છે. આ પ્લાનમાં તમને દરરોજ ફ્રીમાં 100 SMS પણ મળે છે.
BSNL નો 199 રૂપિયાનો પ્લાન
જો તમને લાંબી વેલિડિટી અને વધુ ડેટા જોઈએ છે, તો તેના માટે કંપની તેના ગ્રાહકોને 199 રૂપિયાનો પ્લાન ઓફર કરે છે. BSNLના આ પ્લાનમાં ગ્રાહકોને 70 દિવસની લાંબી વેલિડિટી મળે છે. આ પ્લાનમાં તમને 140GB ડેટા મળશે. તમે દરરોજ 2GB ડેટાનો ઉપયોગ કરી શકો છો.