મુશળધાર વરસાદ દક્ષિણ ગુજરાતમાં આફત બની ગયો છે, આ આફતના વરસાદને કારણે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે. તો અનેક જગ્યાએ પાણી ભરાવાના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. હવામાન વિભાગે હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે સ્થિતિ ક્યાં છે?
નવસારી જિલ્લામાં ભારે વરસાદ થયો છે. બેલીમોરામાં ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. કાવેરી નદીના જળસ્તર વધવાને કારણે બેલીમોરામાં પૂર આવ્યું છે. પાલિકાએ લોકોને સલામત સ્થળે ખસી જવા અપીલ કરી છે. દેસરા વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થતાં લોકો અટવાયા છે. ગુજરાતમાં આગામી દિવસોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત પર ઓફશોર ટ્રફ અને રાજસ્થાનમાં ઓછા દબાણને કારણે સારો વરસાદ થવાની ધારણા છે. હવે જોવાનું એ રહે છે કે ક્યાં અને કેવો વરસાદ પડશે.