આ મહિને સોના-ચાંદીના ભાવમાં થશે મોટો ફેરફાર, કારણ કે ભારતના લોકોને 850 ટન સોનાની જરૂર

જો તમે સોનામાં રોકાણ કરવાનું કે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો રોકાણ માટે આ સમય સંભવતઃ સારો છે. કારણ કે આગામી સમયમાં ભારતમાં સોનાની…

જો તમે સોનામાં રોકાણ કરવાનું કે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો રોકાણ માટે આ સમય સંભવતઃ સારો છે. કારણ કે આગામી સમયમાં ભારતમાં સોનાની માંગ વધવાની છે અને તહેવારોની સિઝનને કારણે સોનાની કિંમતમાં વધારો થઈ શકે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ભારતમાં સોનાનો વપરાશ વધવાનો અંદાજ મૂક્યો છે. WGC અનુસાર સોના પરની આયાત ડ્યૂટીમાં ઘટાડો અને સારા ચોમાસાને કારણે સોનાની માંગમાં વધારો થવાની ધારણા છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના માર્કેટ સ્ટ્રેટેજિસ્ટ જોન રેડના જણાવ્યા અનુસાર ભારતમાં આ વર્ષે સોનાનો વપરાશ 850 ટન રહેવાની ધારણા છે. ખાસ વાત એ છે કે જ્વેલરીની વધુ માંગને કારણે દેશમાં સોનાનો વપરાશ વધશે.

તહેવારોની સિઝનમાં વધુ માંગ રહેશે

જ્હોન રેડે જણાવ્યું હતું કે, જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ભારતમાં સોનાની માંગ 230 ટન હતી, જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં 10 ટકા વધુ હતી. ચોથા ક્વાર્ટરમાં પણ ભારતમાં સોનાની માંગ સારી રહેશે. ખાસ કરીને દિવાળી-ધનતેરસના સમયગાળા દરમિયાન સોનાનો સારો વપરાશ જોવા મળશે.

નવેમ્બરમાં કિંમતોમાં મોટો ફેરફાર થઈ શકે છે

જોન રેડે કહ્યું, “જો કે નવેમ્બરના પહેલા સપ્તાહમાં સોનાની કિંમતમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે, કારણ કે તે સમયે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે.” ભારત તેના સોનાના પુરવઠા માટે સંપૂર્ણપણે આયાત પર નિર્ભર છે, તેથી આંતરરાષ્ટ્રીય ભાવમાં ફેરફારની અસર દેશમાં સોનાના ભાવ પર પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *