ચોમાસું હજી ગયું નથી, ને જશે પણ નહિ પહેલા વાવાઝોડું ત્રાટકશે?

અંબાલાલ પટેલે 28 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વ્યાપક વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું કે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. તેથી, દક્ષિણ ગુજરાતમાં 1 ઇંચથી…

Vavajodu

અંબાલાલ પટેલે 28 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વ્યાપક વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું કે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. તેથી, દક્ષિણ ગુજરાતમાં 1 ઇંચથી વધુ વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદ પડી શકે છે. મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ પડશે. કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાની શક્યતા છે.

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ પશ્ચિમ ચોમાસું પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતના કેટલાક ભાગોમાંથી વિદાય લઈ ચૂક્યું છે. ચોમાસાની પ્રસ્થાન રેખા હાલમાં ગુજરાતમાં ભૂજ અને ડીસા નજીકથી પસાર થઈ રહી છે. તેથી, ગુજરાતમાં વાદળો અટકી ગયા છે અને વરસાદ લાવી રહ્યા છે.

એક તરફ, જ્યાં ચોમાસું ઉત્તર-પશ્ચિમ ભારતમાંથી વિદાય લઈ રહ્યું છે. બીજી તરફ, બંગાળની ખાડીમાં એક નવી લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે. હવામાન નિષ્ણાતોના મતે, આ સિસ્ટમો આગામી 2 થી 3 દિવસમાં વધુ મજબૂત બની શકે છે અને ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. તેની સંભવિત દિશા ઉત્તરપશ્ચિમ તરફ છે, જેનો અર્થ છે કે તે આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી પસાર થઈ શકે છે અને ગુજરાતને અસર કરી શકે છે. હાલમાં એવું જોવા મળી રહ્યું છે કે આ સિસ્ટમ આગામી દિવસોમાં ગુજરાત તરફ આગળ વધશે.

આ નવી સિસ્ટમોના પ્રભાવ હેઠળ, સપ્ટેમ્બરના છેલ્લા દિવસોમાં અને ઓક્ટોબરની શરૂઆતમાં ગુજરાતના હવામાનમાં ફેરફાર થવાની પ્રબળ શક્યતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદનો બીજો રાઉન્ડ આવી શકે છે.