ખેડૂતોના હિતમાં જાહેર કરાયેલા ઐતિહાસિક રૂ. ૧૦,૦૦૦ કરોડના કૃષિ રાહત પેકેજ હેઠળ અરજી કરવાની સમય મર્યાદા તા. ૫ ડિસેમ્બર, ૨૦૨૫ સુધી લંબાવાઈ

સરકારે કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાનના વળતર માટે અરજી કરવાની તારીખ લંબાવી છે. હવે ખેડૂતો 5 ડિસેમ્બર સુધી વળતર માટે અરજી કરી શકશે. રાજ્ય સરકારે…

Pmkishan

સરકારે કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાનના વળતર માટે અરજી કરવાની તારીખ લંબાવી છે. હવે ખેડૂતો 5 ડિસેમ્બર સુધી વળતર માટે અરજી કરી શકશે. રાજ્ય સરકારે જાહેર કરેલા 10,000 કરોડ રૂપિયાના પેકેજના સંદર્ભમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. અરજી કરવાની અંતિમ તારીખ સાત દિવસ લંબાવવામાં આવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે ચર્ચા કર્યા પછી, ગુજરાતનો કોઈ પણ અસરગ્રસ્ત ખેડૂત સહાયથી વંચિત ન રહે તે માટે, ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ 7 દિવસ લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ અરજી કરવા માટે રાહ જોઈ રહેલા તમામ અસરગ્રસ્ત ખેડૂતોને આ સાત દિવસમાં અરજી કરવા અપીલ કરી છે.

ગુજરાતમાં તાજેતરમાં થયેલા અસાધારણ કમોસમી વરસાદને કારણે ઘણા ખેડૂતોના ઉભા પાકને થયેલા વ્યાપક નુકસાનને ધ્યાનમાં રાખીને, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે સંપૂર્ણ સહાનુભૂતિ સાથે ખેડૂતોની પડખે ઊભા રહીને રેકોર્ડ સમયમાં 10,000 કરોડ રૂપિયાના ઐતિહાસિક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી છે. આ ઉદાર કૃષિ રાહત પેકેજનો લાભ મહત્તમ અસરગ્રસ્ત ખેડૂતો મેળવી શકે તે માટે, ઓનલાઇન અરજી પોર્ટલ (https://krp.gujarat.gov.in) 14 નવેમ્બરથી 15 દિવસ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.

ગુજરાતનો કોઈ પણ અસરગ્રસ્ત ખેડૂત આ સહાયથી વંચિત ન રહે તે માટે, કૃષિ વિભાગે પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ વધુ સાત દિવસ એટલે કે 5 ડિસેમ્બર સુધી લંબાવવાનો સંવેદનશીલ નિર્ણય લીધો છે. સરકારે રાજ્યના તમામ અસરગ્રસ્ત ખેડૂતોને અપીલ કરી છે કે જેમણે હજુ સુધી સહાય માટે અરજી કરી નથી તેઓ આ સાત દિવસમાં અરજી કરે.

અત્રે ઉલ્લેખનીય છે કે કૃષિ વિભાગ દ્વારા જાહેર કરાયેલ રાહત પેકેજનો લાભ મેળવવા માટે ઓનલાઇન અરજી પોર્ટલ 14 નવેમ્બરથી કાર્યરત કરવામાં આવ્યું હતું.