27 વર્ષ પછી ‘ફૌજી’એ પૂરું કર્યું વચન, સની દેઓલ ગદર-2 બાદ લઈને આવી રહ્યો છે ‘બોર્ડર 2’, ધમાકો મચી જશે!

ફિલ્મ ગદર-2 બાદ હવે સની દેઓલ પોતાની એક બ્લોકબસ્ટર ફિલ્મની સિક્વલ લઈને આવી રહ્યો છે. તેણે ‘બોર્ડર’ની સિક્વલ ‘બોર્ડર 2’ની જાહેરાત કરતો એક વીડિયો શેર…

ફિલ્મ ગદર-2 બાદ હવે સની દેઓલ પોતાની એક બ્લોકબસ્ટર ફિલ્મની સિક્વલ લઈને આવી રહ્યો છે. તેણે ‘બોર્ડર’ની સિક્વલ ‘બોર્ડર 2’ની જાહેરાત કરતો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સની દેઓલ કહે છે, “27 વર્ષ પહેલા એક સૈનિકે વચન આપ્યું હતું કે તે પાછો આવશે. તે આ વચનને પૂર્ણ કરવા, ભારતની ધરતીને સલામ કરવા આવી રહ્યો છે.

આ જાહેરાતના વીડિયોમાં ‘બોર્ડર 2’ને ‘ભારતની સૌથી મોટી યુદ્ધ ફિલ્મ’ ગણાવવામાં આવી છે. આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં ‘બોર્ડર’ ‘સંદેશ આતે હૈ’નું ટાઈટલ ટ્રેક ચાલી રહ્યું છે, જેને રૂપકુમાર રાઠોડ અને સોનુ નિગમે ગાયું છે.

તમને જણાવી દઈએ કે આ વખતે ફિલ્મ બોર્ડર 2નું નિર્દેશન જેપી દત્તા નહીં પરંતુ નિર્દેશક અનુરાગ સિંહ કરશે. આ પહેલા તેણે દિલ બોલે હડિપ્પા, જટ્ટ એન્ડ જુલિયટ, પંજાબ 1984 અને કેસરી જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. નિર્માતાઓએ હજુ સુધી ફિલ્મના બાકીના કલાકારોની જાહેરાત કરી નથી. બોર્ડર 2નું નિર્માણ ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, જેપી દત્તા અને નિધિ દત્તા કરશે.

તમને જણાવી દઈએ કે બોર્ડર 2 જેપી દત્તાની 1997ની હિટ વોર ડ્રામા બોર્ડરની સિક્વલ છે. 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન બનેલી આ ફિલ્મમાં સની દેઓલ, સુનીલ શેટ્ટી, જેકી શ્રોફ, અક્ષય ખન્ના, કુલભૂષણ ખરબંદા અને પુનીત ઈસર જેવા કલાકારોએ કામ કર્યું છે.

આ ફિલ્મના ડાયરેક્શનથી લઈને સ્ટોરી અને સ્ટારકાસ્ટ બધું જ અદ્ભુત હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 17 વર્ષ પહેલા રિલીઝ થયેલી આ ફિલ્મનું બજેટ લગભગ 10 કરોડ રૂપિયા હતું, જ્યારે ફિલ્મે તે સમયે બોક્સ ઓફિસ પર 39 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તેણે 45 કરોડ રૂપિયાના શાનદાર કલેક્શન સાથે બધાને ચોંકાવી દીધા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *