ગુજરાતમાં ઠંડીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી ત્રણ દિવસ પછી ફરી ઠંડીનો ચમકારો જોવા મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ગુજરાત પર અસરને કારણે છેલ્લા ત્રણ દિવસથી વિવિધ જિલ્લાઓના લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધઘટ થઈ રહી છે. હાલમાં ગુજરાતમાં પવનની દિશા ઉત્તરથી ઉત્તરપૂર્વ તરફ છે. કાલથી ત્રણ દિવસ સુધી ઠંડીમાં આંશિક રાહત રહેશે. પરંતુ આગામી ત્રણ દિવસ પછી તાપમાન ફરી ઘટશે અને લોકોને ઠંડીમાં થરથર કાંપવું પડશે. ઉલ્લેખનીય છે કે અમરેલીમાં ઠંડીના મોજાએ નલિયાને પાછળ છોડી દીધું છે, જ્યારે પાંચ શહેરોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાયું છે.
હવામાન વિભાગના નિયામક એ.કે. દાસે માહિતી આપી હતી કે હાલમાં રાજ્યમાં ઠંડીથી આંશિક રાહત મળી છે. રાજ્યમાં પવનની દિશા ઉત્તરથી ઉત્તરપૂર્વ તરફ છે. પરંતુ ત્રણ દિવસ પછી ફરી ઠંડીનો ચમકારો જોવા મળશે. અમદાવાદમાં તાપમાન 12.2 ડિગ્રી નોંધાયું છે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન અમરેલીમાં 8.2 ડિગ્રી નોંધાયું છે. પાંચ શહેરોનું લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાયું છે.
18 જાન્યુઆરીથી નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે હવામાન બદલાશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તરપશ્ચિમ અને મધ્ય ભારતમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે. પાકિસ્તાન પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. દક્ષિણ હરિયાણામાં પણ ચક્રવાતી પરિભ્રમણ રચાયું છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે 18 જાન્યુઆરીએ ઉત્તરપશ્ચિમ ભારતને એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર કરી શકે છે. ચાર દિવસ પછી, 22 જાન્યુઆરીએ, બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે.
હવામાન વિભાગે ચેતવણી જારી કરી છે કે આગામી થોડા દિવસો સુધી ઉત્તરપશ્ચિમ ભારતમાં ગાઢ ધુમ્મસ છવાયું રહેશે. ઉત્તરપશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં વાદળછાયું વાતાવરણ છે. નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તરપશ્ચિમ અને મધ્ય ભારતમાં વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 16 જાન્યુઆરી, ગુરુવારે પ્રયાગરાજમાં હળવા વરસાદ અને ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. અહીં પણ આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે.
૧૮ જાન્યુઆરીથી સક્રિય થનારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હિમાલય ક્ષેત્ર અને ઉત્તર પશ્ચિમ મેદાનોમાં હવામાન બદલાશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ૧૮ થી ૨૨ જાન્યુઆરી દરમિયાન પહાડી રાજ્યોમાં વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. ૨૧ અને ૨૨ જાન્યુઆરીએ રાજસ્થાન, ચંદીગઢ, પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં વરસાદની સંભાવના છે. ૧૯ જાન્યુઆરીએ તમિલનાડુ અને કેરળમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.