અરબ સાગરમાં ‘શક્તિ’ વાવાઝોડું સક્રિય:આગામી 24 કલાકમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરશે

અરબી સમુદ્રમાં ચક્રવાત ‘શક્તિ’ સક્રિય થઈ ગયું છે. આગામી 24 કલાકમાં તે ગંભીર સ્વરૂપ ધારણ કરશે. ત્યારબાદ આ ચક્રવાત દ્વારકાના દરિયાકાંઠે ત્રાટકશે. આ સાથે ગુજરાતના…

Vavajodu

અરબી સમુદ્રમાં ચક્રવાત ‘શક્તિ’ સક્રિય થઈ ગયું છે. આગામી 24 કલાકમાં તે ગંભીર સ્વરૂપ ધારણ કરશે. ત્યારબાદ આ ચક્રવાત દ્વારકાના દરિયાકાંઠે ત્રાટકશે. આ સાથે ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન અને વરસાદની આગાહી કરવામાં આવી છે.

દ્વારકા પર ચક્રવાતનો ખતરો
હવામાન વિભાગની આગાહી બાદ, દેવભૂમિ દ્વારકા પર ચક્રવાત ‘શક્તિ’નો ખતરો મંડરાઈ રહ્યો છે. ચક્રવાત દ્વારકાથી 240 કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં છે. ચક્રવાત શક્તિ 12 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. દરિયામાં ભારે પ્રવાહો છે અને દરિયાકાંઠે ઊંચા મોજા ઉછળી રહ્યા છે. ગાંધીનગર મત્સ્યઉદ્યોગ વિભાગે તાત્કાલિક માછીમારોને દરિયામાં ન જવાની કડક ચેતવણી જારી કરી છે. ચક્રવાતને લઈને વહીવટીતંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. દરિયાકાંઠે રહેતા લોકોને ચેતવણી આપવામાં આવી છે. જો જરૂરી હોય તો, સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને પણ સ્થળાંતર કરવામાં આવશે.

ચક્રવાત શક્તિ ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાય તેવી શક્યતા માટે ચેતવણી જારી કરવામાં આવી છે. ચક્રવાત શક્તિ દ્વારકાથી 260 કિમી દૂર અરબી સમુદ્રમાં આગળ વધી રહ્યું છે. દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના દરિયાકાંઠે 65 થી 75 કિમીની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે.

હવામાનમાં અચાનક ફેરફાર અને ગુજરાત મેરીટાઇમ બોર્ડ (GMB) દ્વારા ‘શક્તિ’ નામના સંભવિત ચક્રવાતની આગાહીને ધ્યાનમાં રાખીને, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા અને સલાયા બંદરો પર ભયજનક સંકેત નંબર 3 લગાવવામાં આવ્યો છે.

ચક્રવાત ‘શક્તિ’ હાલમાં દ્વારકાથી 240 કિમી દૂર અરબી સમુદ્રમાં છે અને 12 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 125 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે.