રાજકીય સન્માન સાથે રૂપાણીની અંતિમવિધિ પંચમહાભૂતમાં વિલીન:વિજયનો વિરહ રાજકોટવાસીઓએ રડતા રડતા આપી વિદાય

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી. એલ. સંતોષ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર.…

Vijay rupani 1 1

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી. એલ. સંતોષ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ, રાજ્ય સંગઠન મહામંત્રી રત્નાકર, બિહાર સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણિયા, ગુજરાત સરકારના મંત્રીઓ, પક્ષ સંગઠન પદાધિકારીઓ અને વરિષ્ઠ નેતાઓ વિજયભાઈ રૂપાણીને તેમના રાજકોટ સ્થિત નિવાસસ્થાને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે હાજર રહ્યા હતા. ત્યારબાદ સવારે 7.40 વાગ્યે તેમના નિવાસસ્થાનેથી અગ્નિસંસ્કાર યાત્રા કાઢવામાં આવી હતી.

ત્યારબાદ, સવારે 9.40 વાગ્યે અંતિમ સંસ્કાર યાત્રા રામનાથપરા સ્મશાનગૃહ પહોંચી હતી. જ્યાં વિજયભાઈ અમર રહોના નારા લગાવવામાં આવ્યા હતા. બે કલાક સુધી ચાલેલી અંતિમ સંસ્કાર યાત્રા એટલી ભીડવાળી હતી કે તે હૃદયદ્રાવક હતી. ઉપરાંત, રાજકોટના લોકો તેમના પ્રિય નેતા વિજય રૂપાણીના અંતિમ દર્શન કરવા અને શ્રદ્ધાંજલિ આપવા માટે લાઇનમાં ઉભા હતા. ધોધમાર વરસાદમાં પણ વિજયભાઈને વિદાય આપવા માટે લોકોની ભીડ એકઠી થઈ હતી. એરપોર્ટથી નિવાસસ્થાન અને નિવાસસ્થાનથી રામનાથ પરા સ્મશાનગૃહ સુધીના અંતિમ સંસ્કારના સમગ્ર રૂટ પર, રાજકોટ અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાંથી હજારો લોકો વિજયભાઈને અશ્રુભીની વિદાય આપવા માટે એકઠા થયા હતા. અંતિમ સંસ્કાર દરમિયાન સમગ્ર રાજકોટ શોકમાં ડૂબી ગયું હતું અને ભાવનાત્મક દ્રશ્યો સર્જાયા હતા.