ICCએ T20 ક્રિકેટ માટે નવી રેન્કિંગ જાહેર કરી છે. જેમાં ટીમ ઈન્ડિયાના બેટ્સમેન રૂતુરાજ ગાયકવાડ અને રિંકુ સિંહે જોરદાર છલાંગ લગાવી છે. જ્યાં રૂતુરાજ ગાયકવાડે ટોપ-10માં પ્રવેશ કર્યો છે. આ સાથે જ રિંકુ સિંહે પણ 4 સ્થાનની છલાંગ લગાવીને 39મું સ્થાન હાંસલ કર્યું છે.
જો કે, ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી અને T20 વર્લ્ડ કપ 2024માં શાનદાર પ્રદર્શન કરનાર હાર્દિક પંડ્યાને આ નવી રેન્કિંગમાં નુકસાન થયું છે. ઓલરાઉન્ડર રેન્કિંગમાં હાર્દિક પંડ્યા પ્રથમ સ્થાને છે. તેને તાજેતરની રેન્કિંગમાં હારનો સામનો કરવો પડ્યો છે અને તે બીજા સ્થાને આવી ગયો છે. શ્રીલંકાના ખેલાડી વાનિન્દુ હસરંગાએ પ્રથમ નંબર મેળવ્યો છે.
શ્રીલંકાના ખેલાડી વાનિન્દુ હસરંગા ICC ઓલરાઉન્ડર રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચી ગયા છે. વાનિંદુ હસરંગા 222 પોઈન્ટ સાથે ટોપ પર પહોંચી ગયો છે. જ્યારે તાજેતરમાં ટોપ પર પહોંચેલ ભારતીય ખેલાડી હાર્દિક પંડ્યા 213 પોઈન્ટ સાથે બીજા સ્થાને પહોંચી ગયો છે.
આ યાદીમાં ત્રીજા સ્થાને ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ખેલાડી માર્કસ સ્ટોઈનિસ છે, જેના કુલ 211 રેટિંગ પોઈન્ટ છે. આ યાદીમાં ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝાને પણ ફાયદો થયો છે. સિકંદર રઝા વિશ્વનો ચોથો સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર બની ગયો છે.
અહીં જુઓ ટોપ-5 ઓલરાઉન્ડર ખેલાડીઓની યાદી –
રેન્ક-ટીમ પ્લેયર-રેટિંગ
1 શ્રીલંકા-વાનિન્દુ હસરાંગા-222
2 ભારત-હાર્દિક પંડ્યા-213
3 ઓસ્ટ્રેલિયા-માર્કસ સ્ટોઇનિસ-211
4 ઝિમ્બાબ્વે-એલેક્ઝાન્ડર રઝા-208
5 બાંગ્લાદેશ-શાકિબ અલ હસન-206
ભારતીય ખેલાડી રુતુરાજ સિંહને ICC દ્વારા જાહેર કરવામાં આવેલી તાજેતરની રેન્કિંગમાં બમ્પર ફાયદો મળ્યો છે. રૂતુરાજ સિંહ 20મા સ્થાનેથી સીધા 7મા સ્થાને પહોંચી ગયો છે. રુતુરાજનું રેટિંગ 662 છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયન ખેલાડી ટ્રેવિસ હેડ પ્રથમ સ્થાન પર છે. જેમના 844 પોઈન્ટ છે. આ યાદીમાં સૂર્યકુમાર યાદવ બીજા સ્થાને છે, જેમના 821 રેટિંગ પોઈન્ટ છે.