અંબાલાલ પટેલની આગાહી….અરબી સમુદ્રમાં વાવાઝોડાનો ખતરો!, દરિયા કાંઠે પવન ફુકાશે,

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે 14 ઓક્ટોબરથી 22 ઓક્ટોબર વચ્ચે અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાશે. 17 ઓક્ટોબરથી 19મી સુધી ત્રણ દિવસ દરિયામાં ભારે પવન ફૂંકાશે.…

Ambala patel

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે 14 ઓક્ટોબરથી 22 ઓક્ટોબર વચ્ચે અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાશે. 17 ઓક્ટોબરથી 19મી સુધી ત્રણ દિવસ દરિયામાં ભારે પવન ફૂંકાશે. તેમણે કહ્યું કે બંગાળમાં ચક્રવાતને કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદ પડી શકે છે.

અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે 12મી સુધીમાં ભાવનગર, જૂનાગઢ, અમરેલી, ખંભાત, મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની સંભાવના છે. અંબાલાલે કહ્યું કે અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સર્જાશે. આ દરમિયાન અરબી સમુદ્રમાં તોફાન સર્જાઈ શકે છે. તો 17 અને 18 તારીખે ગુજરાતના દરિયામાં પવન ફૂંકાઈ શકે છે. તો અંબાલાલે 16થી 18 ઓક્ટોબર સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા વ્યક્ત કરી છે.

હવામાનશાસ્ત્રી અંબાલાલે જણાવ્યું કે શરદ પૂનમથી દિવાળી સુધી હવામાનમાં સતત ફેરફાર થઈ શકે છે. 13 ઓક્ટોબરે બંગાળમાં આંધી-તોફાન થવાની સંભાવના છે. તો આગામી 18મીથી 20મી સુધી અરબી સમુદ્રમાં વાવાઝોડું ફૂંકાશે. આ સાથે અંબાલાલે માવઠાની પણ શક્યતા વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે ઓક્ટોબરના અંતિમ સપ્તાહમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રહેશે, જેની અસર મહિનાના અંત સુધી જોવા મળશે.

હવામાનની સચોટ આગાહી માટે જાણીતા પરેશ ગોસ્વામીએ પણ નવી આગાહી કરી છે. પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે 13 થી 18 ઓક્ટોબર દરમિયાન ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદની સંભાવના છે.તેમણે જણાવ્યું હતું કે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની તીવ્રતા વધુ હોઈ શકે છે.

આ ઉપરાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે રાજ્યમાં હળવા વરસાદની સંભાવના છે. કચ્છના વિસ્તારોમાં પણ હળવો વરસાદ પડી શકે છે. તેમણે કહ્યું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વિદાય લીધી છે. પરંતુ સામાન્ય રીતે ચોમાસાની વિદાય પછી વરસાદ પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *