પેટ્રોલ-ડીઝલનો ભાવ 20 રૂપિયા ઘટી શકે:મોદી સરકાર પેટ્રોલ-ડીઝલને GSTના દાયરામાં લાવવાની તૈયારીમાં

હાલમાં, સરકારો 1 લીટર પેટ્રોલ પર 35.29 રૂપિયા સુધી ચાર્જ કરી રહી છેહાલમાં, જ્યારે તમે દિલ્હીમાં રૂ. 94.72નું એક લિટર પેટ્રોલ ભરો છો, ત્યારે રૂ.…

હાલમાં, સરકારો 1 લીટર પેટ્રોલ પર 35.29 રૂપિયા સુધી ચાર્જ કરી રહી છે
હાલમાં, જ્યારે તમે દિલ્હીમાં રૂ. 94.72નું એક લિટર પેટ્રોલ ભરો છો, ત્યારે રૂ. 35.29 ટેક્સ તરીકે કેન્દ્ર અને રાજ્ય સરકારોના ખિસ્સામાં જાય છે. એટલે કે તમને માત્ર 59.43 રૂપિયાનું પેટ્રોલ મળ્યું. આનાથી સામાન્ય માણસના ખિસ્સા પર બોજ પડે છે, સાથે જ સરકારની તિજોરીમાં પણ પાણી આવે છે.

આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે. સરકાર પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવવા પર વિચાર કરી રહી છે. જો આમ થશે તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 20 રૂપિયાનો ઘટાડો થઈ શકે છે. એટલે કે દિલ્હીના હિસાબે તેની કિંમત 75 રૂપિયા પ્રતિ લીટર હોઈ શકે છે.

ગઈકાલે એટલે કે 22મી જૂને નાણામંત્રી નિર્મલા સીતારમણે GST કાઉન્સિલની બેઠક યોજી હતી. જેમાં નાણામંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવા માટે તૈયાર છે. હવે આ અંગે રાજ્યોએ નિર્ણય લેવાનો છે. રાજ્યોએ સાથે મળીને દર નક્કી કરવાના છે.

હવે કેવી રીતે નક્કી થાય છે પેટ્રોલ અને ડીઝલના ભાવ?
હાલમાં દરેક રાજ્ય પેટ્રોલ અને ડીઝલ પર તે મુજબ ટેક્સ લાદે છે. કેન્દ્ર તેની ડ્યુટી અને સેસ પણ અલગથી વસૂલ કરે છે. પેટ્રોલ અને ડીઝલની મૂળ કિંમત હાલમાં 55.46 રૂપિયા છે. કેન્દ્ર સરકાર તેના પર 19.90 રૂપિયાની એક્સાઈઝ ડ્યુટી વસૂલે છે. આ પછી રાજ્ય સરકારો પોતાની રીતે વેટ અને સેસ વસૂલ કરે છે. આ કારણે, તેમની કિંમત મૂળ કિંમત કરતાં લગભગ 2 ગણી વધી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *