બંગાળના ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમ સક્રિય થશે!અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

ગુજરાતમાં ચોમાસાના વિદાય માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે આગામી મહિનાઓમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે અને કેટલો સમય વરસાદ પડશે અને ક્યારે તીવ્ર ઠંડી…

Vavajodu

ગુજરાતમાં ચોમાસાના વિદાય માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે આગામી મહિનાઓમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે અને કેટલો સમય વરસાદ પડશે અને ક્યારે તીવ્ર ઠંડી શરૂ થશે તેની આગાહી કરી છે. આ આગાહીમાં તેમણે કહ્યું છે કે, “બંગાળની ખાડીમાં એક પછી એક સિસ્ટમ્સ બનશે. બંગાળની ખાડી સક્રિય રહેશે. જેના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા રહેશે.”

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે તેમની આજની આગાહીમાં કહ્યું છે કે ગુજરાતમાંથી ચોમાસાના વિદાયના કલાકો ગણાઈ રહ્યા છે. જોકે, બંગાળની ખાડીમાં એક પછી એક સિસ્ટમ્સ બનશે. બંગાળની ખાડી સક્રિય રહેશે. જેના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા રહેશે.

અંબાલાલે વધુમાં કહ્યું છે કે, “ચોમાસાના વિદાય સાથે એન્ટિ-સર્ક્યુલેશન સિસ્ટમ્સ બનવાની શક્યતા છે. 15 થી 20 સપ્ટેમ્બરની આસપાસ રાજસ્થાનના કેટલાક ભાગોમાંથી ચોમાસું વિદાય લેતું જોવા મળશે.”