મોંઘવારી હવે તો બસ કર… 1 જુલાઈથી મોટરસાઈકલ અને સ્કૂટર થશે મોંઘાદાટ, કંપનીએ કિંમતમાં તોતિંગ વધારો કર્યો

દેશ અને દુનિયાની નંબર 1 ટુ-વ્હીલર કંપની Hero MotoCorp આવતા મહિને ગ્રાહકોને મોટો ઝટકો આપવા જઈ રહી છે. હા, Hero MotoCornએ 1 જુલાઈ, 2024થી તેની…

દેશ અને દુનિયાની નંબર 1 ટુ-વ્હીલર કંપની Hero MotoCorp આવતા મહિને ગ્રાહકોને મોટો ઝટકો આપવા જઈ રહી છે. હા, Hero MotoCornએ 1 જુલાઈ, 2024થી તેની મોટરસાઈકલ અને સ્કૂટરની કિંમતમાં 1500 રૂપિયા સુધીનો વધારો કરવાની જાહેરાત કરી છે. આ ભાવવધારો વિવિધ મોડલ્સ અને વેરિઅન્ટ્સ પર બદલાશે, જેનો અર્થ છે કે આવતા મહિનાથી તમારે હીરો કંપનીના ટુ-વ્હીલર માટે વધુ ખર્ચ કરવો પડશે. એક્સ-શોરૂમ કિંમતના આધારે ભાવ વધારો કરવામાં આવ્યો છે. કંપનીનું કહેવું છે કે ઈનપુટ કોસ્ટમાં વધારાની સ્થિતિમાં કંપનીએ તેના ટુ-વ્હીલર્સની કિંમતોમાં વધારો કરવાની જાહેરાત કરી છે.

વિવિધ સેગમેન્ટમાં હીરોની લોકપ્રિય મોટરસાયકલો

તમને જણાવી દઈએ કે Hero MotoCorp ભારતીય બજારમાં 10 કોમ્યુટર બાઇક, 4 સ્પોર્ટ્સ બાઇક, 2 એડવેન્ચર ટુરર બાઇક, એક સ્પોર્ટ્સ નેકેડ, એક ક્રુઝર અને એક ઓફ-રોડ મોટરસાઇકલ તેમજ 4 સ્કૂટર વેચે છે. હંમેશની જેમ, Hero Splendor છેલ્લા મહિનામાં એટલે કે મે 2024માં સૌથી વધુ વેચાતી મોટરસાઇકલ હતી, પરંતુ Hero MotoCorp સ્કૂટર સેગમેન્ટમાં પાછળ રહી ગઈ છે. ગયા મહિનાના ટોપ 10 સ્કૂટર્સમાં એક પણ હીરો સ્કૂટર ન હતું. વાસ્તવમાં, સારી માઈલેજ અને ફીચર્સ સાથે, Hero MotoCorp એ 100 cc થી 125 cc સેગમેન્ટમાં ઘણી મોટરસાઈકલ રજૂ કરી છે અને લોકો તેને ખૂબ પસંદ કરે છે.

Hero MotoCorp ના તમામ બાઇક-સ્કૂટરની કિંમતો અહીં જઈ લો

હીરો સ્પ્લેન્ડર પ્લસ–રૂ. 75,441
Hero Splendor Plus Xtec–રૂ. 79,911
હીરો એચએફ 100–રૂ. 59,018
હીરો એચએફ ડીલક્સ–રૂ. 59,998
Hero Xtreme 125R–રૂ 95,000
હીરો સુપર સ્પ્લેન્ડર–રૂ. 80,848
હીરો સુપર સ્પ્લેન્ડર Xtec–રૂ 85,178
હીરો પેશન પ્લસ–રૂ. 78,451
હીરો પેશન Xtec–રૂ 81,038
હીરો ગ્લેમર–રૂ 82,598
હીરો ગ્લેમર એક્સટેક–રૂ 87,998
Hero Xtreme 160R–રૂ 1.22 લાખ
Hero Xtreme 160R 4V–રૂ. 1.33 લાખ
Hero Xtreme 200S 4V–રૂ. 1.41 લાખ
Hero XPulse 200T 4V–રૂ. 1.40 લાખ
Hero XPulse 200 4V–રૂ 1.46 લાખ
Hero Karizma XMR–રૂ. 1.80 લાખ
હીરો માવેરિક 440–રૂ. 1.99 લાખ
હીરો ડેસ્ટિની પ્રાઇમ–રૂ. 71,499
હીરો ઝૂમ 110–રૂ. 71,484
હીરો ડેસ્ટિની 125–રૂ 80,048
હીરો પ્લેઝર પ્લસ–રૂ. 71,213

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *