આખરે આજથી ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગે આ સારા સમાચાર આપ્યા છે. દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ અને વલસાડમાં આજે વરસાદના આગમન સાથે સત્તાવાર ચોમાસુ બેસી ગયું છે.દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ કર્યો છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ચોમાસુ નિર્ધારિત સમય કરતાં 4 દિવસ વહેલું બેસી ગયું છે.
હવામાન વિભાગે માહિતી આપી હતી કે ગુજરાતમાં સત્તાવાર ચોમાસું બેસી ગયું છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસું પ્રવેશ્યું છે. નવસારી, વલસાડ, ડાંગમાં વરસાદ સાથે આજથી ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ્યું છે. નવસારી સુધી ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે.
વરસાદની આગાહી
આજે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી છે. સમગ્ર રાજ્યમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની સાથે વાવાઝોડાની પણ આગાહી છે. દક્ષિણ ગુજરાતમાંથી હવે ધીમે ધીમે ચોમાસુ વધશે. આવતીકાલે પંચમહાલ, દાહોદ અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી સાત દિવસ રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષનું ચોમાસું તેના નિર્ધારિત સમય કરતાં 4 દિવસ વહેલું ગુજરાતમાં બેસી ગયું છે. આઇએમડીના અહેવાલ મુજબ, ચોમાસું આજે 11 જૂન 2024ના રોજ ગુજરાતમાં પ્રવેશ્યું છે. દક્ષિણપશ્ચિમ ચોમાસું 19 મેના રોજ આંદામાન અને નિકોબારમાં પ્રવેશ્યું હતું. તે પછી, 1 અથવા 2 જૂનને બદલે 29 મેના રોજ ચોમાસાની જાહેરાત કરવામાં આવી હતી. એટલે કે આંદામાન નિકોબારમાં ચોમાસું વહેલું આવી ગયું છે. , કેરળ અને હવે ગુજરાત પણ. ગુજરાતમાં આજે ચોમાસુ પ્રવેશ્યું છે. દક્ષિણ ગુજરાતના વલસાડ ડાંગ સહિત અનેક વિસ્તારોને આવરી લેવાયા છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો, આ ચોમાસું સૌરાષ્ટ્રમાં વેરાવળથી 45 કિમી દક્ષિણમાં છે, તેથી તે વેરાવળની પણ ખૂબ નજીક છે. સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, જૂનાગઢ વિસ્તારમાં આજે સાંજ અથવા મોડી રાત સુધીમાં ચોમાસું પ્રવેશી શકે છે.
તેમણે કહ્યું કે આ રીતે જોઈએ તો ગુજરાતમાં ચોમાસું 15 જૂને આવે છે, પરંતુ આ વર્ષે 11 જૂને આવ્યું છે. ચોમાસું ચાર દિવસ વહેલું આવી ગયું છે. જોકે, આ કંઈ નવું નથી. ભૂતકાળમાં ઘણી વખત એવું બન્યું છે કે ચોમાસું ધાર્યા કરતાં વહેલું આવે.