80 કિમી સુધીનું માઈલેજ, 60 હજાર રૂપિયાથી ઓછી કિંમત, આ બાઈક પાવરફુલ એન્જિન સાથે ઘરે લઇ આવો

આજના સમયમાં બાઈક એ લોકોની રોજીંદી જરૂરિયાત બની ગઈ છે. લોકો એવી બાઇક ખરીદવાનું પસંદ કરે છે જે સસ્તી હોય અને સારી માઇલેજ આપે. અહીં…

Tvs bike

આજના સમયમાં બાઈક એ લોકોની રોજીંદી જરૂરિયાત બની ગઈ છે. લોકો એવી બાઇક ખરીદવાનું પસંદ કરે છે જે સસ્તી હોય અને સારી માઇલેજ આપે. અહીં અમે તમને એક એવી બાઇક વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે બજેટમાં ફિટ છે અને શાનદાર માઈલેજ આપે છે.

ભારતીય માર્કેટમાં 1 લાખ રૂપિયાના બજેટમાં આવી ઘણીબધી બાઇક્સ છે, જેમાં શાનદાર ફીચર્સ છે અને આ બાઇક્સ સારી માઇલેજ પણ આપે છે.

TVS Radeon

પ્રથમ બાઇક TVS Radeon છે જેની ડિઝાઇન ખૂબ જ આકર્ષક છે. આ TVS બાઇકની કિંમત 70 હજાર રૂપિયાથી શરૂ થાય છે અને એક્સ-શોરૂમ 83 હજાર 620 રૂપિયાની વચ્ચે છે. TVS Radeonમાં 109.7 cc સિંગલ-સિલિન્ડર પેટ્રોલ એન્જિન છે, જે 8.08 PSનો પાવર અને 8.7 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. TVSની આ બાઇક 73 કિમી પ્રતિ લીટરની માઇલેજ આપે છે, જેમાં એલસીડી ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલની સાથે અનેક સેફ્ટી ફીચર્સ છે.

હોન્ડા શાઈન

Honda Shine દેશમાં વેચાતી સૌથી લોકપ્રિય બાઇક છે. આ મોટરસાઇકલમાં 4-સ્ટ્રોક, SI એન્જિન છે. આ એન્જિન 7,500 rpm પર 5.43 kW ની શક્તિ પ્રદાન કરે છે અને 5,000 rpm પર 8.05 Nm ટોર્ક જનરેટ કરે છે. હીરોની આ બાઇક 55 kmplની માઇલેજ આપવાનો દાવો કરે છે. દિલ્હીમાં આ બાઇકની એક્સ-શોરૂમ કિંમત 64,900 રૂપિયાથી શરૂ થાય છે. દેશના વિવિધ રાજ્યોમાં આ કિંમતમાં તફાવત હોઈ શકે છે.

ટીવીએસ સ્પોર્ટ

TVS સ્પોર્ટમાં સિંગલ-સિલિન્ડર, 4-સ્ટ્રોક, ફ્યુઅલ ઇન્જેક્શન, એર-કૂલ્ડ સ્પાર્ક ઇગ્નીશન એન્જિન છે. આ એન્જિન 7,350 rpm પર 6.03 kW નો પાવર અને 4,500 rpm પર 8.7 Nm નો ટોર્ક પ્રદાન કરે છે. આ બાઇક 90 kmphની ટોપ સ્પીડ આપે છે. આ TVS બાઇક 80 kmplની માઇલેજ આપવાનો દાવો કરે છે. આ બાઇકની એક્સ-શોરૂમ કિંમત 59,881 રૂપિયાથી શરૂ થાય છે.