ગુજરાતમાં મેઘરાજા ફરી કરશે ધમાકેદાર એન્ટ્રી! ભારેથી અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ઓગસ્ટની શરૂઆતથી ભારે વરસાદની તીવ્રતામાં ઘટાડો થયો છે, આવી સ્થિતિમાં, જ્યારે ફરીથી વરસાદ આવશે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે વરસાદના…

Varsad 6

ગુજરાતમાં ઓગસ્ટની શરૂઆતથી ભારે વરસાદની તીવ્રતામાં ઘટાડો થયો છે, આવી સ્થિતિમાં, જ્યારે ફરીથી વરસાદ આવશે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે વરસાદના વિરામ પછી, ૧૫ ઓગસ્ટ પછી વરસાદી સિસ્ટમ સક્રિય થશે. અરબી સમુદ્રમાં ચક્રવાતી પરિભ્રમણની શક્યતા છે, ૧૭ ઓગસ્ટથી બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ બનશે.

હવામાન વિભાગે આગામી 24 કલાકમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જ્યારે ભરૂચ, સુરત, તાપી અને નર્મદામાં વરસાદનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અમદાવાદમાં હળવા વરસાદની શક્યતા છે. ૧૨ થી ૧૪ ઓગસ્ટ સુધી માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે. ૧૪ ઓગસ્ટથી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં વરસાદ બાદ ફરી મેઘરાજા પ્રવેશ કરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં રાજ્યમાં વરસાદનું એલર્ટ આપ્યું છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આગામી 24 કલાક માટે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

અરબી સમુદ્રમાં સિસ્ટમને કારણે, ૧૯ થી ૨૨ ઓગસ્ટ દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. ૧૭ ઓગસ્ટે બનનારી સિસ્ટમ મધ્યપ્રદેશ થઈને ગુજરાતના કેટલાક ભાગોમાં લગભગ ૧૯ અને ૨૦ તારીખે પહોંચશે. આને કારણે, ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.

ઓગસ્ટના બીજા રાઉન્ડમાં પૂર જેવા વરસાદની શક્યતા છે. આગાહી મુજબ, સરદાર સરોવર ડેમનું પાણીનું સ્તર વધી શકે છે. આ વરસાદને કારણે કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. તાપી નદીના પાણીના સ્તરમાં વધારો થવાની શક્યતા છે. 15 ઓગસ્ટ પછી વરસાદના નવા રાઉન્ડની શક્યતા વ્યક્ત કરતા હવામાન નિષ્ણાત અંબાલાલ કહે છે કે મહિસાગર, વડોદરા, અમદાવાદ, – ગાંધીનગર, ભરૂચ, નવસારી, સુરત, – આહવા, ડાંગ, વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ પડી શકે છે. કચ્છ, સાબરકાંઠા, પાટણ, સમી, હારિજ, મહેસાણા, પંચમહાલ, રાજકોટ સહિતના ભાગોમાં ભારે વરસાદની પણ શક્યતા છે.

બીજી તરફ, હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ ઓગસ્ટમાં સારા વરસાદની આગાહી કરી છે. તેમના મતે, 10 ઓગસ્ટ સુધી સારા વરસાદની કોઈ શક્યતા નથી. 10 ઓગસ્ટ પછી, બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે, જેના પછી તેનો ટ્રેક નક્કી કરવામાં આવશે, આપણે વરસાદના આગામી રાઉન્ડ વિશે ચોક્કસ માહિતી મેળવી શકીએ છીએ. ઓગસ્ટમાં ૧૭ થી ૨૦ તારીખ સુધી સારો વરસાદ પડશે અને આ મહિનાના છેલ્લા અઠવાડિયામાં સારો વરસાદ પડશે. જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ કરવામાં આવ્યો છે.