જરાતના તમામ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ગઈકાલે શરૂ થયેલો વરસાદ આજે પણ વરસી રહ્યો છે. ત્યારે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના તરઘડિયા હવામાન વિભાગે આજનું બુલેટિન જાહેર કર્યું છે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
જણાવી દઈએ કે, અમરેલી, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદની શક્યતાઓ જણાવવામાં આવી રહી છે અને પવનની ઝડપ વધવાની શક્યતા પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 10 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે મધરાત 12 થી સવારે 8 વાગ્યા સુધીમાં 8 ઈંચ વરસાદ પણ નોંધાયો છે. જિલ્લાના ઉપલેટાના મોજીરા પાસેનો મોજ ડેમ ઓવરફ્લો થયો છે.
હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહીમાં આજે અમરેલી જિલ્લામાં 4 થી 5 ઈંચ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. આ સાથે પવનની ઝડપ 24 કિમી પ્રતિ કલાક રહેશે. અમરેલી જિલ્લામાં તા.27 થી 28 સુધી ગરમ, ભેજવાળુ અને વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 10 સૌરાષ્ટ્રનો એક જિલ્લો વાવાઝોડાની ગતિવિધિ સાથે રેડ એલર્ટ હેઠળ છે અને 41-61 કિમીની ઝડપે પવનની ગતિ સાથે વરસાદની શક્યતા છે.