માયા આહીરના દીકરા જયરાજ આહીરની ધરપકડ
બગદાણામાં કોળી યુવક નવનીત બાલધિયાને માર મારવાના કેસમાં માયાભાઈ આહીરના દીકરાની ધરપકડ.. એસઆઈટીએ ત્રણ દિવસમાં આજે બીજી વાર પૂછપરછ માટે બોલાવ્યો હતો.
પ્રખ્યાત ગુજરાતી લોકસાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર ફરી એકવાર વિવાદોમાં ફસાયા છે. બગદાણામાં બનેલી મારપીટની ઘટનામાં પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને જયરાજ આહિરની ધરપકડ કરી છે. આ સમાચાર ફેલાતા જ સોશિયલ મીડિયા અને સ્થાનિક પંથકમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
નવનીત બાલઢીયાને માર મારવાના ચોંકાવનારા કેસમાં SIT દ્વારા સતત બે કલાક સુધી જયરાજ આહિરની પૂછપરછ કરવામાં આવી રહી હતી. ત્યારબાદ SIT દ્વારા જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી છે. SIT દ્વારા આ કેસમાં જયરાજ આહિરની પૂછપરછ બાદ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે IG ઓફિસ ખાતે પણ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
બગદાણાનો નવનીત બાલઢીયા કેસ શું છે?
ભાવનગર જિલ્લાના પ્રખ્યાત યાત્રાધામ બગદાણા ખાતે આ વિવાદ શરૂ થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, થોડા સમય પહેલા બગદાણામાં નવનીત બાલઢીયા નામના યુવકનો ઝઘડો થયો હતો. આરોપ છે કે જયરાજ આહિર અને તેના સાથીઓએ નવનીત બાલઢીયાને નિર્દયતાથી માર માર્યો હતો. આ હુમલામાં નવનીતને ગંભીર ઈજાઓ થઈ હતી, ત્યારબાદ પીડિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે તપાસ તેજ કરી હતી અને લાંબા સમય સુધી ચાલેલી પ્રક્રિયા બાદ આખરે જયરાજ આહિરની અટકાયત કરવામાં આવી છે.
વારંવાર વિવાદોમાં નામ
જયરાજ આહિરનું નામ પહેલા પણ વ્યક્તિગત દુશ્મનાવટ અને હુમલાના કેસોમાં સામે આવ્યું છે. આ વખતે, પોલીસ દ્વારા લેવામાં આવેલા કડક પગલાંને કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સ્પષ્ટ થઈ છે. પોલીસ હાલમાં નવનીત બાલધિયા પર હુમલા પાછળના ચોક્કસ કારણની વિગતવાર તપાસ કરી રહી છે. હવે જોવાનું એ છે કે પોલીસ જયરાજ આહિરને કોર્ટમાં રજૂ કરશે કે નહીં અને રિમાન્ડ માંગશે કે નહીં અને આ કેસમાં બીજા કેટલા લોકો સંડોવાયેલા છે.

