ઉડ્ડયન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ આંધી બોલાવી છે. પરંતુ જુલાઈ માસના 21 દિવસમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મેઘરાજા નારાજ થયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. કારણ કે, દ્વારકા અને પોરબંદરમાં 15-15 ઈંચ વરસાદ નોંધાયો છે, પરંતુ અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાના લોકો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
જો કે બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશર મધ્યપ્રદેશ થઈને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આજે 22મી જુલાઈથી 26મી જુલાઈ સુધી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સતત 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.