હવામાન વિભાગના મોડેલ મુજબ, હાલમાં બે સિસ્ટમો આકાર લઈ રહી છે. એક બંગાળની ખાડીમાં અને બીજી અરબી સમુદ્રમાં. . તો ચાલો વિગતવાર જાણીએ કે આ બંને સિસ્ટમો ગુજરાતને કેટલી અને ક્યારે અસર કરશે. બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય છે. જો આ સિસ્ટમ મજબૂત રીતે આગળ વધે છે, તો તે ગુજરાતને અસર કરી શકે છે. આ સિસ્ટમ 24 કલાકમાં ઓછા દબાણથી ડિપ્રેશનમાં વિકસિત થશે અને પછી 24 કલાક પછી તે ઊંડા ડિપ્રેશનમાં ફેરવાઈ જશે.
આ સિસ્ટમને કારણે, તેની અસરને કારણે આંધ્રપ્રદેશ, તમિલનાડુ, ઓડિશા, પશ્ચિમ બંગાળમાં વરસાદ પડી શકે છે. જો આ સિસ્ટમ પોતાનો ટ્રેક બદલીને મહારાષ્ટ્ર તરફ આગળ વધે છે, તો ગુજરાતના દરિયાકાંઠે વાતાવરણમાં ફેરફાર થઈ શકે છે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટાછવાયા વરસાદ પડી શકે છે. 28 નવેમ્બરની આસપાસ રાજ્યમાં વાતાવરણમાં ફેરફાર થવાની ધારણા છે.
રાજ્યનું હવામાન બંગાળમાં રચાયેલી સિસ્ટમ કેટલી મજબૂત અને કઈ દિશામાં આગળ વધશે તેના પર નિર્ભર છે. રાજ્યમાં ઠંડીની વાત કરીએ તો, ગુજરાતમાં હજુ પણ ઠંડી વધવાની કોઈ શક્યતા નથી. તાપમાન વધવાની સાથે, દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થશે અને રાત્રે અને વહેલી સવારે માત્ર ઠંડીનો અનુભવ થશે તેવી અપેક્ષા છે.
અંબાલાલ પટેલની આગાહી
હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી ઠંડીના સંકેતો આપ્યા છે. અંબાલાલ પટેલે આજથી જ રાજ્યમાં હવામાનમાં ફેરફારની આગાહી કરી છે. અંબાલાલ પટેલના મૂલ્યાંકન મુજબ, 25 નવેમ્બર પછી વાદળછાયા વાતાવરણ વચ્ચે ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. 26 નવેમ્બરથી બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય થશે. બપોર પછી રાજ્યના ઘણા ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી છે.
આ ઉપરાંત, ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડીના મોજાની પણ શક્યતા છે. ડિસેમ્બરની શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની રચનાને કારણે, અંબાલાલ પટેલે 6 થી 9 ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં શીત લહેરની આગાહી કરી છે. 15 થી 17 ડિસેમ્બર દરમિયાન ફરી વાદળછાયું વાતાવરણ રહેશે. અંબાલાલ પટેલે 21 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનો ચમકારો વધવાની પણ આગાહી કરી છે. જાન્યુઆરી મહિનામાં ફરી હવામાન બદલાશે, અને આ વર્ષે જાન્યુઆરીમાં પણ હવામાનમાં ફેરફાર થવાની સંભાવના છે.

