IPL 2025: મોહમ્મદ શમીની ગુજરાત ટાઇટન્સમાં વાપસી,આટલા કરોડોમાં ડીલ ફાઇનલ

ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી લગભગ 360 દિવસ બાદ ક્રિકેટના મેદાનમાં પરત ફર્યો છે. શમીએ રણજી ટ્રોફીમાં શાનદાર વાપસી કરી છે. બંગાળ માટે બોલિંગ…

Mohamad

ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી લગભગ 360 દિવસ બાદ ક્રિકેટના મેદાનમાં પરત ફર્યો છે. શમીએ રણજી ટ્રોફીમાં શાનદાર વાપસી કરી છે. બંગાળ માટે બોલિંગ કરતી વખતે શમીએ પહેલી જ મેચમાં 7 વિકેટ ઝડપી હતી અને ટીમને જીત તરફ દોરી હતી. ઈજાના કારણે શમી આઈપીએલ 2024માં રમી શક્યો ન હતો. જે બાદ આ ફાસ્ટ બોલરને ગુજરાત ટાઇટન્સ દ્વારા બહાર કરવામાં આવ્યો હતો. પરંતુ હવે ફરી એકવાર શમી મોક ઓક્શનમાં ગુજરાત ટાઇટન્સમાં પરત ફરતો જોવા મળ્યો હતો.

શમી ગુજરાતમાં પાછો ફર્યો
ભૂતપૂર્વ ક્રિકેટર શ્રીકાંત દ્વારા કરવામાં આવેલી મોક ઓક્શનમાં મોહમ્મદ શમી ગુજરાત ટાઇટન્સમાં પરત ફર્યો હતો. મોક ઓક્શનમાં શમી ફરી એકવાર ગુજરાત ટાઇટન્સમાં રૂ. 11 કરોડ સાથે જતો જોવા મળ્યો હતો. હવે જોવાનું એ રહે છે કે શું ગુજરાત ટાઇટન્સ ફરી એકવાર પોતાના બોલર પર વિશ્વાસ જમાવે છે?

બીજી તરફ, શમીએ શાનદાર વાપસી કરીને તમામ ફ્રેન્ચાઈઝીનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. હવે બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે શમીને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવાની માંગ ઉઠી છે. જોકે, અત્યારે શમી રણજી મેચ રમવા માંગે છે.

શમીની આઈપીએલ કારકિર્દી
મોહમ્મદ શમી આઈપીએલમાં અત્યાર સુધી 110 મેચ રમી ચૂક્યો છે. બોલિંગ દરમિયાન તેણે 127 વિકેટ ઝડપી છે. આ દરમિયાન શમીનું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન 11 રનમાં 4 વિકેટ લેવાનું રહ્યું હતું. શમી છેલ્લે IPL 2023માં રમતા જોવા મળ્યો હતો.

શમી આ સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર પણ હતો. 17 મેચમાં બોલિંગ કરતા શમીએ 28 વિકેટ પોતાના નામે કરી હતી. શમી આ સિઝનમાં પ્રથમ કેપ ધારક પણ હતો. શમી સતત બે સિઝન સુધી ગુજરાત ટાઇટન્સ માટે ક્રિકેટ રમ્યો હતો. આ પછી, તે ઈજાના કારણે IPL 2024 રમી શક્યો ન હતો.