ભારતની કેન્દ્રીય બેંક, ભારતીય રિઝર્વ બેંક, તાજેતરમાં બ્રિટનથી આયાત કરાયેલ આશરે 100 ટન સોનું પાછું લાવી છે. 1991 બાદ આટલી મોટી ટ્રાન્સફર પ્રથમ વખત થઈ છે. બહુવિધ સ્ત્રોતો દ્વારા પ્રકાશિત અહેવાલો અનુસાર સરકારની આ પહેલ ભારતના સોનાના ભંડારના સંચાલનમાં વ્યૂહાત્મક પરિવર્તન પર ભાર મૂકે છે.
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું ત્યારથી, ભારતે રશિયા અને ચીન બંનેને પાછળ છોડીને કોઈપણ અન્ય G-20 દેશ કરતાં સૌથી ઝડપી ગતિએ સોનું ખરીદ્યું છે.
ભારત માટે આ સોનું કેમ મહત્વનું છે
ઐતિહાસિક સંદર્ભમાં બ્રિટનથી સોનાનું ટ્રાન્સફર ખૂબ મહત્વનું છે કારણ કે ભારતના ભૂતકાળમાં તેનું ખૂબ મહત્વ છે. કારણ કે વર્ષ 1991માં દેશ ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યો હતો. તે સમયે આરબીઆઈએ ભંડોળ ઊભું કરવા માટે સોનું ગિરવે રાખવું પડતું હતું. ત્યારે ભારતે બ્રિટનને આપેલા સોનાના વાયદાને પણ દેશના નબળા અર્થતંત્રના સંકેત તરીકે યાદ કરવામાં આવે છે. આવા સમયે ભારત હવે બ્રિટનમાંથી સોનું પાછું લાવ્યું છે, જે દેશની રણનીતિમાં મોટો ફેરફાર દર્શાવે છે.
આટલી મોટી માત્રામાં સોનું ભારતમાં લાવવા માટે ખાસ ફ્લાઇટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આરબીઆઈને સોનું પરત લાવવામાં કસ્ટમ ડ્યુટીમાં છૂટ આપવામાં આવી હતી. જો કે સેન્ટ્રલ બેંકે GST ભરવો પડ્યો હતો.
કયા દેશમાં સૌથી વધુ સોનું છે?
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રેન્કિંગ અનુસાર (ઓગસ્ટ 2024 સુધી), અમેરિકામાં વિશ્વમાં સૌથી વધુ સોનું છે. અમેરિકા પાસે 8,133 ટન સોનું છે. તે જ સમયે, જર્મની પાસે 3,351 ટન, ઇટાલી પાસે 2,452 ટન, ફ્રાન્સ પાસે 2,437 ટન, રશિયા પાસે 2,335 ટન, ચીન પાસે 2,264 ટન, સ્વિટ્ઝર્લેન્ડ પાસે 1,040 ટન અને જાપાન પાસે 846 ટન સોનું છે. વિશ્વ સોનાના ભંડારમાં ભારત નવમા સ્થાને છે. ભારતમાં કુલ 840 ટન સોનું છે.