ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે જળ પ્રલય જેવો વરસાદ પડશે!

અંબાલાલ પટેલે આગાહી કરી છે કે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ પડી શકે છે. સાબરકાંઠા, પંચમહાલ, કચ્છ, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી…

અંબાલાલ પટેલે આગાહી કરી છે કે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ પડી શકે છે. સાબરકાંઠા, પંચમહાલ, કચ્છ, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે સૌરાષ્ટ્રમાં 22 થી 24 જુલાઈ દરમિયાન ભારે વરસાદની સંભાવના છે. મધ્ય, ઉત્તર ગુજરાતમાં 4 ઈંચ વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદથી રાહત થશે. બીજી તરફ ગુજરાતમાં હાલમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય છે. અને બંગાળની ખાડીમાં લો-પ્રેશર સક્રિય થયાના 12 કલાક બાદ તે ડિપ્રેશનમાં ફેરવાઈ જશે, ત્યારબાદ એક સાથે 4 સિસ્ટમ સક્રિય થશે. તો હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે.

આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હજુ પૂરતો વરસાદ થયો નથી. જેથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાઈ છે. દ્વારકા અને પોરબંદરમાં ગત રોજ ધોધમાર વરસાદ વરસ્યો હતો. આજે પણ કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે.

ગુજરાતમાં 4 સિસ્ટમ મંડરાઈ રહી છે. આ સિસ્ટમને કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનો ખતરો ઉભો થયો છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે પુનર્વસુ નક્ષત્રના કારણે જુલાઈના અંતિમ દિવસોમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર મધ્ય ગુજરાતમાં ભારે પવન અને વીજળીના ચમકારા સાથે મુશળધાર વરસાદ પડી શકે છે. વીજળી પડવાથી ખાસ કરીને પશુઓને ભારે નુકસાન થશે.

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં વરસાદનું જોર ઘટશે અને 20મી સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડશે. 18 થી 20 ઓગસ્ટ સુધી બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ બનશે. ઓરિસ્સા, છત્તીસગઢ, બિહાર, પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે. મજબુત સિસ્ટમને કારણે તેમાં મોટો ઘેરાવો રહેશે જેના કારણે પૂર્વ મધ્યપ્રદેશ, ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ, ગુજરાતના ભાગોમાં વરસાદી માહોલ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *