હું 48 વર્ષની વિધવા છું. મારા પતિનું ૧૨ વર્ષ પહેલાં અકસ્માતમાં અવસાન થયું હતું. મારી બે પરિણીત દીકરીઓ છે. છેલ્લા કેટલાક સમયથી એક વિચિત્ર સમસ્યા ઊભી થઈ છે. મને સે ની ઇચ્છા ખૂબ વધી રહી છે. મારી દીકરીઓ મને ફરીથી લગ્ન કરવા માટે કહી રહી છે. શું આવું કરવું યોગ્ય છે?
એક સ્ત્રી
કેટલીક સ્ત્રીઓને મેનોપોઝ નજીક આવે ત્યારે આ ઇચ્છા થાય છે, પરંતુ થોડા સમય પછી આ ઇચ્છા ઓછી થઈ જાય છે. તેથી, ફક્ત ઇચ્છા સંતોષવા માટે ફરીથી લગ્ન કરવા યોગ્ય નથી. હા, જો તમે તમારી દીકરીઓના લગ્ન પછી એકલા હોવ અને જીવનસાથીની જરૂર અનુભવો છો, તો ફરીથી લગ્ન કરવામાં કંઈ ખોટું નથી.

