આજે ગુજરાતમાં તોફાની વરસાદનું તાંડવ થશે, હવામાન વિભાગની મોટી ચેતવણી

હવામાન વિભાગે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. હવામાન વિભાગના તાજેતરના અપડેટ મુજબ, સવારે 10 વાગ્યા સુધીમાં ભારે વરસાદની શક્યતા છે. તેજ પવન અને વીજળીના…

Varsad

હવામાન વિભાગે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. હવામાન વિભાગના તાજેતરના અપડેટ મુજબ, સવારે 10 વાગ્યા સુધીમાં ભારે વરસાદની શક્યતા છે. તેજ પવન અને વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં વરસાદ પડી શકે છે. તો, અરવલ્લી, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદ પડશે. ખેડા, આણંદ, દાહોદ, પંચમહાલ અને અરવલ્લીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. આજથી ગુજરાતમાં 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવા વરસાદની આગાહી છે.

આજે રાજ્યભરમાં વરસાદને લઈને નારંગી અને પીળા રંગનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે નોકાસ્ટ બુલેટિન જારી કર્યું છે. સવારે 7 થી 10 વાગ્યા સુધી રાજ્યમાં ભારેથી હળવા વરસાદની આગાહી છે. તેજ પવન અને વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, દાહોદ, પંચમહાલ અને અરવલ્લીમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જેમાં ૪૧ થી ૬૧ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. ૫-૧૫ મીમી પ્રતિ કલાકની ઝડપે છૂટાછવાયા વરસાદની આગાહી છે. તો, દ્વારકા, જામનગર, રાજકોટ, અમરેલી, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છમાં હળવો વરસાદ થવાની આગાહી છે.

મોડી રાત્રે બનાસકાંઠાના થરાદના ગ્રામ્ય પંથકમાં પણ કમોસમી વરસાદ સાથે કરા પડ્યા હતા. મોરથલ સહિત રાજસ્થાનને અડીને આવેલા ગામોમાં કરા પડ્યા છે. ભારે પવન સાથે કરા પડવાથી સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. જિલ્લાના દાંતીવાડા, ધાનેરા, થરાદ સહિત રાજસ્થાનને અડીને આવેલા તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો છે.

રાજ્યમાં ૮ મે સુધી પ્રિમોન્સૂન વરસાદની આગાહી છે. ૫ અને ૬ મેના રોજ કરા અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. ત્યારબાદ ૭ અને ૮ મેના રોજ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. આજે સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત રાજ્યમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની શક્યતા છે. ત્યારબાદ, દક્ષિણપૂર્વમાં ચક્રવાતી પરિભ્રમણ અને ટ્રફ સક્રિય થવાને કારણે, પ્રિમોન્સૂન પ્રવૃત્તિ શરૂ થઈ ગઈ છે અને વરસાદી સ્થિતિ પ્રવર્તી રહી છે.