ગુજરાતમાં આવશે ધોધમાર વરસાદ; વીજળીના કડાકા ભડાકા સાથે 50થી 60 કેએમપીએચની સ્પીડ સાથે પવન ફૂંકાશે

હવામાન વિભાગે ગુજરાતમાં 29 મે સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. જ્યારે આજે 24મી તારીખે સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને…

Vavajodu

હવામાન વિભાગે ગુજરાતમાં 29 મે સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. જ્યારે આજે 24મી તારીખે સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણ જિલ્લાઓમાં તે આપવામાં આવ્યું છે. આગામી બે દિવસ સુધી ગાજવીજ અને વીજળીના કડાકા સાથે 50 થી 60 KMPH ની ઝડપે પવન ફૂંકાશે. બે દિવસ પછી, પવનની ગતિ થોડી ઓછી થશે. આગામી પાંચ દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

24મી તારીખે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.