વિજળીના કડાકા સાથે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ; આ વિસ્તારોમાં આભ ફાટ્યું!

હવામાન આગાહી કરનાર અંબાલાલે ચોમાસાની આગાહી કરી છે. કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે કેટલાક ચક્રવાતી પરિભ્રમણને કારણે, ઉત્તર ગુજરાતમાં…

Varsad 1

હવામાન આગાહી કરનાર અંબાલાલે ચોમાસાની આગાહી કરી છે. કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે કેટલાક ચક્રવાતી પરિભ્રમણને કારણે, ઉત્તર ગુજરાતમાં 18 જૂનથી 24 જૂન દરમિયાન ભારે વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે.

રવિવાર દરમિયાન, સુરતના ઉમરપાડા તાલુકામાં માત્ર 4 કલાકમાં સૌથી વધુ સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા હતા. આ ઉપરાંત ડાંગમાં 2 કલાકમાં અઢી ઇંચ વરસાદ પડ્યો હતો. વલસાડના ઉમરગાંવ તાલુકામાં 2.40 ઇંચ વરસાદ પડ્યો હતો જ્યારે ડાંગના સુબીર તાલુકામાં અઢી ઇંચ વરસાદ પડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે રવિવારે સવારે 6 વાગ્યા સુધીના છેલ્લા 24 કલાક દરમિયાન, ગુજરાતના 148 તાલુકાઓમાં 1 મીમીથી 4 ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો. 10 તાલુકાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. આમાંથી ગોંડલમાં સૌથી વધુ 4 ઇંચ, ખંભાત અને દસાડામાં 3 ઇંચ, રાજકોટ, માંડલ અને નડિયાદમાં 2.5 ઇંચ, ધોળકા, વસો અને થાનગઢમાં 2.5 ઇંચ, જ્યારે પેટલાદમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે.