ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી! 12 કલાકમાં 121 તાલુકામાં વરસાદ

રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળતા વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી સમયમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં લઈને લાઇન વિભાગના નોડલ અધિકારીઓ…

રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળતા વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી સમયમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં લઈને લાઇન વિભાગના નોડલ અધિકારીઓ સાથે મુદ્દાવાર ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં IMDના અધિકારીએ વરસાદની સ્થિતિ વિશે માહિતી આપી હતી. અને રાજ્યમાં 14 જુલાઈ, 2024 સુધી ભારે વરસાદની આગાહી અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યમાં ભારે વરસાદની ચેતવણીના ભાગરૂપે જિલ્લાઓમાં NDRF/SDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે અને જિલ્લા વહીવટીતંત્રના આદેશો અનુસાર રાહત/બચાવ કામગીરી હાથ ધરવા સૂચના આપવામાં આવી છે.

મોસમી રોગચાળાની સ્થિતિ અંગે આરોગ્ય વિભાગ સાથે ચર્ચા કરવામાં આવી હતી અને રાહત કમિશનરે શહેરી વિકાસ વિભાગ અને પાણી પુરવઠા વિભાગ સાથે જરૂરી સંકલન કરીને યોગ્ય કલોરીનેશન અને સ્વચ્છતા હાથ ધરવા સૂચના આપી હતી.

રાહત કમિશનરે બેઠકમાં ઉપસ્થિત તમામ નોડલ અધિકારીઓને માર્ગદર્શન અને જરૂરી સૂચનાઓ આપી હતી અને સંભવિત ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા લાઇન વિભાગના નોડલ અધિકારીઓને સતર્ક રહેવા જણાવ્યું હતું.

સિંચાઈ, SSNNL, CWC- માહી અને તાપી વિભાગ, વન, આરોગ્ય, BISAG-N, મત્સ્યોદ્યોગ, ભારતીય નૌકાદળ, કોસ્ટ ગાર્ડ, GMB, ઉર્જા, માર્ગ અને મકાન, GSRTC, UDD, ફાયર, પંચાયત, પશુપાલન, ICDS ના નોડલ અધિકારીઓ , અન્ન અને નાગરિક પુરવઠા, માહિતી વિભાગ અને ભારતીય વાયુસેના હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *