ગુજરાતમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી…

ગુજરાતમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતાં વરસાદની તીવ્રતા વધી છે. હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતના ચાર જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણ…

Varsadstae

ગુજરાતમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતાં વરસાદની તીવ્રતા વધી છે. હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતના ચાર જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર ભારેથી અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ પર છે. તો ઉત્તર અને મધ્ય ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે. રાજ્યના 21 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રાજ્યમાં આગામી ચાર દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે આજે ભરૂચ, સુરતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તો આજે અમરેલી અને ભાવનગરમાં પણ વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં વરસાદ પડશે.

હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં આગામી બે-ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. હાલમાં ચોમાસુ ટ્રફ ગુજરાત નજીક આવી રહ્યું છે, ઓફશોર ટ્રફ દક્ષિણ ગુજરાત તરફ આગળ વધી રહી છે અને સાયક્લોનિક સરક્યુલેશનને કારણે રાજ્યમાં વરસાદ પડશે.

ગુજરાતમાં ક્યાં ક્યાં પડશે વરસાદ?
હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં હાલ 1 થી 3 ઈંચ વરસાદની શક્યતા છે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં 28 ઓગસ્ટ સુધી વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતના સુરત, આહવા, ડાંગ, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્ર, ભાવનગર, અમરેલી, બોટાદમાં ભારે વરસાદ પડી શકે છે. જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદરમાં ભારે વરસાદ પડી શકે છે. કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
આ ઉપરાંત રાજકોટ, ચોટીલા, થાણા અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. સુરેન્દ્રનગર ધ્રાંગધ્રામાં હળવો વરસાદ પડી શકે છે. મધ્ય ગુજરાતના વડોદરા, પાદરા, બોડેલી, ભરૂચ, જંબુસરમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. પંચમહાલ, દાહોદ, લીમખેડા, સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. તો ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

ગુજરાતની નદીઓમાં પૂર આવવાની સંભાવના છે
અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, ભારે વરસાદને કારણે ગુજરાતની નદીઓમાં પૂરની સંભાવના રહેશે. ખેડૂતો તરફ જતા રસ્તાઓ પાણીથી ભરાઈ જશે. ખેડૂતો પાણીના નિકાલ માટે પ્રયત્નો કરવા તૈયાર થશે. ટૂંકા ગાળાના પાક અર્ધ ચોમાસુ પાકની વાવણી કરી શકાય છે. બંગાળની ખાડીમાં 10 સપ્ટેમ્બર સુધી દબાણના કારણે ગુજરાતમાં વરસાદી વાતાવરણ સર્જાયું છે. 23 સપ્ટેમ્બર પછી ભારે વરસાદ પડશે. ગણેશ ચતુર્થીથી ભાદરવી પૂનમ સુધી અંબાજીના પહાડી વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડશે.

અંબાલાલ પટેલની મોટી ભવિષ્યવાણી
ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ ધીમે ધીમે સ્થિર થયો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 24 થી 27 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.તેમણે સુરત અને ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતમાં એક-બે નહીં પરંતુ 10 ઈંચ સુધી વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તો ઉત્તર ગુજરાતના જિલ્લા અને પંચમહાલ, વડોદરામાં પણ ભારે વરસાદની આગાહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *