ચોમાસાના આગમન પહેલા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. આ બેઠક દરમિયાન હવામાન વિભાગના અધિકારીએ રાજ્યમાં વરસાદની સ્થિતિ વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમજ આગામી સપ્તાહ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહીની ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં એનડીઆરએફના અધિકારીએ જણાવ્યું હતું કે આગામી ચોમાસામાં વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે જમાવટની યોજના તૈયાર કરવામાં આવી છે. તેમજ કોઈપણ ઈમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમામ ટીમોને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.