ગોંડલઃ પ્રતિષ્ઠાના જંગ સમી ગોંડલ નાગરિક સહકારી બેંકમાં ભાજપનો ભગવો લહેરાયો છે. ચૂંટણીમાં ગોંડલ નાગરિક બેંકની ચૂંટણીમાં જેલમાં બંધ ‘ગણેશ ગોંડલ’ની જીત થઈ છે. જેલમાંથી સહકારી ક્ષેત્રની ચૂંટણી જીતવાની આ પ્રથમ ઘટના છે.રાજ્યમાં ચર્ચા જગાવનારી ગોંડલ નાગરિક બેંકની ચૂંટણી તા. 15મીના રોજ યોજાઈ હતી. છે.
બેલેટ પેપર દ્વારા થયેલા મતદાનનું પરિણામ વહેલી સવારે જાહેર થયું હતું જેમાં ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો છે અને કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. અગાઉ વિજ્ય થયેલા કોંગ્રેસના યતીસ દેસાઈની હાર થઈ છે, નાગરિક બેંકની ચૂંટણી સામાન્ય ગણાતી હોય છે પણ ગોંડલમાં ચૂંટણીને લઈને ધારાસભાની ચૂંટણી જેવો માહોલ જોવા મળ્યો હતો. ચૂંટણી વર્તમાન ચેરમેન અશોકભાઈ પીપળીયા માટે પ્રતિષ્ઠાનો જંગ બની હતી તો સામા પક્ષે પૂર્વ ચેરમેન યતિશભાઈ દેસાઈ બહુમત હાંસલ કરવા એડીચોટીનો જોર લગાવ્યું હતું.
11 ડીરેકટરોની ચુંટણીમાં કુલ 23 ઉમેદવાર મેદાનમાં છે. ભાજપ પ્રેરીત પેનલમાં અશોકભાઈ પીપળીયા, હરેશભાઈ વાડોદરિયા, કિશોરભાઈ કાલરીયા, પ્રફુલભાઈ ટોળીયા, પ્રહલાદભાઇ પારેખ, ઓમદેવસિંહ જાડેજા, દિપકભાઈ સોલંકી, ભાવનાબેન કાસોદ્રા, નીતાબેન મહેતા, ડો.પ્રમોદભાઇ પટેલ તથા ગણેશભાઈ જાડેજા ચુંટણી લડ્યા હતા.
કોંગ્રેસના આગેવાન યતિસભાઈ દેસાઈ પ્રેરીત નાગરિક સહકાર સમિતિની પેનલમાં યતિસ દેસાઈ, લલીતભાઈ પટોડીયા, કલ્પેશભાઈ રૈયાણી, રમેશભાઈ મોણપરા, સંદીપભાઈ હીરપરા, જયદીપભાઇ કાવઠીયા, ક્રીષ્નાબેન તન્ના, જયશ્રીબેન ભટ્ટી, વિજયભાઈ ભટ્ટ, કિશોરસિહ જાડેજા, જયસુખભાઇ પારઘી ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે પ્રતિપાલસિંહ ઝાલા અપક્ષ ચૂંટણી લડ્યા હતા.