આજથી CNG ગેસમાં 1 રૂપિયાનો ભાવ વધારો..હવે પ્રતિ કિલોના રૂા. 80-26 ચૂકવવા પડશેઃ

ગુજરાત ગેસ કંપનીએ છેલ્લા આઠ મહિનામાં બીજી વખત સીએનજીના ભાવમાં વધારો કર્યો છે. ૧ ઓગસ્ટથી સીએનજીના ભાવમાં એક રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે,…

Cng 2

ગુજરાત ગેસ કંપનીએ છેલ્લા આઠ મહિનામાં બીજી વખત સીએનજીના ભાવમાં વધારો કર્યો છે. ૧ ઓગસ્ટથી સીએનજીના ભાવમાં એક રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે, જે ગુરુવાર મધ્યરાત્રિથી અમલમાં આવશે. ગુજરાત ગેસ કંપનીએ છેલ્લે ડિસેમ્બરમાં સીએનજીના ભાવમાં દોઢ રૂપિયાનો વધારો કર્યો હતો. ૩૧ જુલાઈએ સીએનજીનો ભાવ ૭૯.૨૬ રૂપિયા પ્રતિ કિલો હતો, જેમાં એક રૂપિયાના વધારા સાથે ૧ ઓગસ્ટથી સીએનજી વાહન ચાલકોને ૮૦.૨૯ રૂપિયા પ્રતિ કિલો ચૂકવવા પડશે.

ગુજરાત ગેસ કંપની દ્વારા સીએનજીના ભાવમાં વધારાથી લાખો વાહન ચાલકોને અસર થશે. એક અંદાજ મુજબ, સુરતમાં લગભગ અઢી લાખ સીએનજી વાહનો છે, જેમાં એક લાખ ઓટો રિક્ષા અને કાર સહિત અન્ય વાહનો પણ છે. જેની સીધી અસર સામાન્ય લોકો પર પણ પડશે. સીએનજીના ભાવમાં વધારા સાથે, તેની અસર ઓટો રિક્ષાના ભાડામાં પણ જોવા મળી શકે છે.

ગયા વર્ષે ગુજરાત ગેસ કંપનીએ જુલાઈ, ઓગસ્ટ અને ગયા ડિસેમ્બરમાં સીએનજીના ભાવમાં વધારો કર્યો હતો. ત્યારબાદ હવે ૧લી ઓગસ્ટથી સીએનજીના ભાવમાં ૧ રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. સીએનજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.