પૂર્વ PM મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન:દિલ્હીની AIIMS ખાતે અંતિમ શ્વાસ લીધા

ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે 92 વર્ષની વયે અવસાન થયું. તેમની તબિયત વધુ બગડતાં તેમને રાત્રે 8:06 વાગ્યે દિલ્હીની ઓલ ઈન્ડિયા…

Manmohansingh

ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે 92 વર્ષની વયે અવસાન થયું. તેમની તબિયત વધુ બગડતાં તેમને રાત્રે 8:06 વાગ્યે દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (AIIMS)ના ઈમરજન્સી વૉર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે રાત્રે 9:51 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા.

દરમિયાન, કર્ણાટકના બેલાગવીમાં ચાલી રહેલી કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક રદ કરવામાં આવી છે. આ ઉપરાંત 27 ડિસેમ્બરે યોજાનાર તમામ કાર્યક્રમો પણ રદ કરવામાં આવ્યા છે. રાહુલ ગાંધી અને પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બેલગવીથી દિલ્હી જવા રવાના થયા છે.

એમ્સની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. પ્રિયંકા ગાંધી એઈમ્સ પહોંચ્યા છે. સોનિયા ગાંધી પણ થોડીવારમાં હોસ્પિટલ પહોંચી રહ્યા છે.